Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

જાણીતા ટીવી એન્કર લૈરી કિંગનું 87 વર્ષની વયે નિધન : રાષ્ટ્રપતિ પુતિને દુઃખ વ્યક્ત કર્યુ

વિશ્વભરના રાજનેતાઓ તથા ફિલ્મી સિતારોનું ઈન્ટરવ્યૂ લેનાર પ્રસિદ્ધ ટીવી પ્રસ્તોતા લૈરી કિંગનું લોસ એન્જિલસના સેડાર્સ-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધન

લોસ એન્જિલસઃ વિશ્વભરના રાજનેતાઓ અને ફિલ્મી સિતારાઓનું ઈન્ટરવ્યૂ લેનારા ટીવી પ્રેઝન્ટર લૈરી કિંગનું શનિવારે નિધન થયુ છે. તેઓ 87 વર્ષના હતા. કિંગ દ્વારા સહ-સ્થાપિત સ્ટૂડિયો તથા નેટવર્ક 'ઓરા મીડિયા'એ ટ્વીટ કર્યુ કે, કિંગનું લોસ એન્જિલસના સેડાર્સ-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધ થઈ ગયુ છે.  
કિંગના નિધનનું કારણ જણાવવામાં આવ્યું નથી, પરંતુ સીએનએને આ પહેલા માહિતી આપી હતી કે કોવિડ-19ની ઝપેટમાં આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્ય હતા. કિંગે પોતાના કરિયરમાં લગભગ 50 હજાર ઈન્ટરવ્યૂ લીધા હતા. વર્ષમાં 1995મા તેમને પીએલઓના અધ્યક્ષ યાસિર અરાફાત, જોર્ડનના કિંગ હુસૈન તથા ઇઝરાયલના પ્રધાનમંત્રી યિત્જાક રોબિનની સાથે મધ્ય-પૂર્વ શાંતિ સંમેલનની અધ્યક્ષતા કરી હતી. 

તેમણે પોતાના કરિયરમાં દલાઈ લામા, એલિઝાબેથ ટેલર, મિખાઇલ ગોર્બાચેવ, બરાક ઓબામા, બિલ ગેટ્સ તથા લેડી ગાગા સહિત ઘણા નામચીન હસ્તિઓના ઈન્ટરવ્યૂ પણ કર્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને પણ લૈરી કિંગના નિધન પર શોક વ્યક્ત કર્યો છે

(12:00 am IST)