Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ભારત-ચીન વચ્ચે તંગદીલી મામલે કોર્પ્સ કમાંન્ડર સ્તરની બેઠકનો આજે સવારે થયેલ પ્રારંભ

બેઠકોનો ધ્યેય બંને દેશો વચ્ચે સમાધાન બનાવવાનો છે

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખ (East Ladakh)માં ચાલી રહેલા તણાવને લઇને 9મા તબક્કાની કોર કમાંડર બેઠક (Corps Commander Meeting) રવિવારે થવા જઇ રહી છે. આ બેઠક સવારે 9 વાગે ચુશૂલના બીજી તરફ ચીનના મોલડોમાં શરૂ થશે. આ વાર્તાનો લક્ષ્ય બંને દેશો વચ્ચે સંઘર્ષ પર વિરામ લગાવતાં સમાધાન કાઢવાનો છે. 

ગત 8 મહિનાથી ચાલી રહેલા આ ગતિરોધ પર સમાધાન માટે ઘણા તબક્કાની રાજકીય અને સૈન્ય વાર્તા થઇ ચૂકી છે. પરંતુ હજુ સુધી કોઇ મોટી સફળતા પ્રાપ્ત થઇ નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવએ શુક્રવારે કહ્યું હતું કે 'બંને પક્ષોએ જલદી જ વરિષ્ઠ કમાંડર સ્તરની બેઠકના આગામી તબક્કાની બેઠક આયોજિત કરવા પર સહમતિ વ્યક્ત કરી છે અને અમે આ સંબંધમાં રાજકીય અને સૈન્યના માધ્ય્મમથી નજીકના સંપર્કમાં છીએ.

(12:05 pm IST)