Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

" ફેક્ટ ચેક " : કર્ણાટકના બે અધિકારીઓએ 16 જાન્યુઆરીના રોજ પ્રથમ દિવસે રસી લીધાનો બનાવટી વિડિઓ સોશિઅલ મીડિયામાં વાઇરલ : જ્યાં ભાજપ છે ત્યાં છેતરપિંડી છે કોમેન્ટ સાથે ફરી રહેલા ફોટો તથા વિડિઓ અંગે કર્ણાટકના તુમકુર જિલ્લા મેજિસ્ટ્રેટની સ્પષ્ટતા

તુમકુર : કર્ણાટકના તુમકુરમાં બે સરકારી અધિકારીઓ જિલ્લા આરોગ્ય અધિકારી (ડીએચઓ) નાગેન્દ્રપ્પા અને જિલ્લા આરોગ્ય કોચિંગ સેન્ટરના આચાર્ય ડો.રજની એમ. 16 જાન્યુઆરીના રોજ પ્રથમ દિવસે રસી લઇ રહ્યા હોવાનો  બનાવટી વિડિઓ સોશિઅલ મીડિયામાં વાઇરલ થયો છે.

ભાજપ છે ત્યાં છેતરપિંડી છે તેવા આક્ષેપ સાથે વાઇરલ થયેલા 43 સેકંડના  વિડીઓમાં એક પુરુષ અને એક સ્ત્રીને કોરોના પ્રતિકારક રસી લેતા દર્શાવ્યા છે.જે માત્ર લોકોને ગેરમાર્ગે દોરતું દ્રશ્ય હોવાનું જણાવાયું છે.

આ વિડિઓ અંગે ઇન્ડિયા ટુડે એન્ટી ફેક ન્યૂઝ  રૂમ ( AFWA ) ની તપાસમાં જાણવા મળ્યા મુજબ વિડિઓ ગેરમાર્ગે દોરતો હોવાનું માલુમ પડ્યું છે. વીડિયોમાં દર્શાવાયેલા અધિકારીઓ તુમકુર  જિલ્લા આરોગ્ય અધિકારી (ડીએચઓ) નાગેન્દ્રપ્પા અને જિલ્લા આરોગ્ય કોચિંગ સેન્ટરના આચાર્ય ડો.રજની સાથેના સંવાદ બાદ તુમકુર  જિલ્લા મેજિસ્ટ્રેટે પુષ્ટિ કરી હતી કે તે જ દિવસે તેમને રસી આપવામાં આવી હતી.

તેમણે ઉમેર્યું હતું કે હકીકતમાં ટેક્નિકલ કારણોસર  તે દિવસે રસીકરણ પ્રક્રિયા મોડી પડી હતી. પરંતુ સત્તાવાર રસીકરણ પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધી મીડિયા રાહ જોઇ શક્યું નહીં. તેથી જ અધિકારીઓએ રસી લેતા હોય તેવું દ્રશ્ય રજૂ કર્યું હતું . બાદમાં, તમામને રસી આપવામાં આવી હતી. અમે સંબંધિત અધિકારીઓને આ મામલે એક રિપોર્ટ પણ સુપરત કર્યો છે.ડેપ્યુટી કમિશનર તેમજ તુમકુરના ડેપ્યુટી  જિલ્લા મેજિસ્ટ્રેટ, ચન્નાબાસપ્પાએ પણ પુષ્ટિ કરી હતી કે સોશિઅલ મીડિયામાં વાયરલ કરાયેલા દાવા ભ્રામક છે.

ઉપરાંત  વાયરલ થયેલા વીડિયોમાં દેખાતા માણસ તુમકુરુ  ડીએચઓ નાગેન્દ્રપ્પા સાથે પણ વાત કરાઈ હતી. જેમણે જણાવ્યું હતું કે  મીડિયાએ અમારા રસીકરણને આવરી લેતા દ્રશ્ય માટે ઉતાવળ કરી હતી. તેથી, અમે આખરે કેટલીક તસવીરો ઉભી કરવાનું નક્કી કર્યું. AFWA ને જિલ્લા આરોગ્ય કોચિંગ સેન્ટરના આચાર્ય ડો અને રજની  દ્વારા પણ  સ્પષ્ટતા  મળી હતી, જેમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે તેઓએ  16 જાન્યુઆરી, 2020 ના રોજ તુમકુર  જિલ્લા હોસ્પિટલમાંથી કોવિશિલ્ડ રસી લીધી છે. તેમજ  કન્નડ દૈનિક “વર્થ ભારતી” ના પત્રકાર રંગરાજુ સાથે પણ વાત કરી હતી. જેઓ 16 જાન્યુઆરીએ તુમાકુરુ જિલ્લા હોસ્પિટલમાં રસીકરણ પ્રસંગે હાજર હતા.

તેમણે જણાવ્યું હતું કે “હું તુમકુર  જિલ્લા હોસ્પિટલે  મીડિયા કર્મચારીઓ સાથે હાજર હતો . પરંતુ મીડિયા પાસે રસી આપવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધી રાહ જોવાનો સમય નહોતો. તેથી અમે અધિકારીઓને અમારા માટે એક ઝલક આપવાનું કહ્યું જેથી અમે વહેલી તકે રવાના થઈ શકીએ. કમનસીબે, કોઈએ વીડિયો શૂટ કર્યો અને તે ભ્રામક દાવાઓ સાથે વાયરલ થયો .

તુમકુર ખાતેના ઇન્ડિયા ટુડેના  સ્ટ્રિંગર, દેવપ્રકાશ પણ તે સમયે હોસ્પિટલમાં  હાજર હતા. તેમણે પણ સમર્થન આપ્યું કે અધિકારીઓએ મીડિયાની વિનંતી પર રસી લેતા હોય તેવી ઝલક આપી હતી.અને બાદમાં  પછી તેઓએ રસી લગાવી હતી.તેવું ઇન્ડિયા ટુડે દ્વારા જાણવા મળે છે.

(1:39 pm IST)