Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

જો આજે બાલા સાહેબ હોત તો સરકારને કાન ખેંચીને સીધા રસ્તે લઈ આવત: સંજય રાઉત

કેટલાક લોકો નથી ઈચ્છતા કે તેમની પ્રતિમા મૂકાય. તેઓ સુપ્રીમ કોર્ટના ઓર્ડરનો આધાર આપી રહ્યા છે

મુંબઈ: મહારાષ્ટ્રમાં જ્યારથી મહાવિકાસ અઘાડીની સરકાર બની છે, ત્યારથી શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત મોદી સરકારની આલોચના કરવા માટેની કોઈ તક છોડતા નથી. શિવસેના સંસ્થાપક બાળ ઠાકરેની જયંતિના એક દિવસ પહેલા સંજય રાઉતે ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

 શિવસેના સાંસદનું કહેવું છે કે, દેશમાં આજે જે પ્રકારનો માહોલ છે, તેમાં બાલા સાહેબની સખ્ત જરૂરત હતી. સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં પોતાના લેખમાં લખ્યું છે કે, ખેડૂતોના આંદોલનને 60 દિવસ થઈ ચૂક્યાં છે અને હજુ સુધી વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી.

રાઉતે  લખ્યું કે, આ પ્રકારના માહોલમાં સરકારના કાન ખેંચીને સીધા રસ્તે લાવવા માટે આપણને બાલા સાહેબની જરૂરત હતી. આજે પણ તેમનું નામ સાંભળીને લોકોમાં જુસ્સો આવી જાય છે, કારણ કે તેમનામાં તે ચમત્કાર હતો કે, તેઓ કોઈ પણ મુદ્દે દેશને આંદોલિત કરી શકતા હતા. એવું નેતૃત્વ આજે જોવા નથી મળી રહ્યું.

ગેટવે ઑફ ઈન્ડિયા નજીક કોલાબના પૉશ વિસ્તારમાં બાલ ઠાકરેની પ્રતિમાના વિરોધ અંગે રાઉતે  કહ્યું કે, કેટલાક લોકો નથી ઈચ્છતા કે તેમની પ્રતિમા મૂકાય. તેઓ સુપ્રીમ કોર્ટના ઓર્ડરનો આધાર આપી રહ્યા છે. વિરોધ છતાં પ્રતિમાનું ઉદ્ઘાટન થયું.

બાળ ઠાકરે કોર્ટના આદેશોની ચિંતા જ નહતા કરતા. તેઓ ખુદ જ એક કોર્ટ હતા. એક વખત તેઓ પોતાની ખુરશી પર બેસી જાય, તો કોર્ટ શરૂ થઈ જતી હતી. તેમનો શબ્દ જ ન્યાય હતો.
શિવસેના સાંસદે કહ્યું કે, ખરા રામ લોકોના હ્રદયમાં વસે છે, રામ મંદિરમાં નહીં. જો રામ મંદિર અયોધ્યામાં નહીં બને, તો પણ લોકો ભગવાનને નહીં ભૂલે.

(5:28 pm IST)