Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

રશિયામાં પુતિન સરકાર વિરુદ્ધ વ્યાપક પ્રદર્શન : ઉતર્યા : 3000થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ

વિપક્ષ નેતા એલેક્સી નવેલનીની ધરપકડના વિરોધમાં રશિયામાં 100 શહેરોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા

મોસ્કો: રશિયામાં પુતિન સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જેમાં લાખો લોકોએ ભાગ લીધો છે. વિપક્ષ નેતા એલેક્સી નવેલનીની ધરપકડના વિરોધમાં રશિયામાં 100 શહેરોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસે પણ પ્રદર્શનકારીઓ પર સખ્ત કાર્યવાહી કરતાં 3000થી વધુ લોકોની ધરપકડ કરી છે. નવેલની પત્ની યુલિયાની પણ પ્રદર્શન દરમિયાન અટકાયત કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, મૉસ્કોમાં પોલીસ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરતી જોવા મળી રહી છે. 17 જાન્યુઆરીએ વિપક્ષ નેતા એલેક્સી નવેલની ધરપકડ કરવામાં આવી હતી. નવેલની પુતિનના કટ્ટર આલોચલ તરીકે ઓળખાય છે

ઓગસ્ટ-2020માં રશિયામાં નવેલનીને ઝેર આપવામાં આવ્યું હતુ. જે બાદ તેઓ જર્મની આવી ગયા હતા. બર્લિનથી મૉસ્કો પહોંચવા સાથે જ તેમની અટકાયત કરવામાં આવી. નવેલની પેરોલની શરતોનો ભંગ કરવા મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે. જો કે નવેલનીનું કહેવું છે કે, તેમને ચૂપ કરાવવા માટે કાવતરુ ઘડવામાં આવ્યું છે.

રૉયટર્સના રિપોર્ટ મુજબ, મૉસ્કોમાં 40 હજાર લોકોએ રેલીમાં ભાગ લીધો. જો કે રશિયન સરકારનું કહેવું છે કે, માત્ર 4 હજાર પ્રદર્શનકારીઓ જ હતા. એક્સપર્ટનું કહેવું છે કે, રશિયામાં આટા મોટા પાયે વિરોધ પ્રદર્શન પહેલા ક્યારેય નથી થયું. 53 વર્ષના એક પ્રદર્શનકારીનું કહેવું છે કે, અમે નવેલની કે પોતાના માટે નથી આવ્યા, પરંતુ અમારી ભાવિ પેઢી માટે આવ્યા છે. રશિયામાં અમને કોઈ ભવિષ્ય નથી જોવા મળી રહ્યું.

(6:17 pm IST)