Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુ પામેલા 60 ટકા લોકોએ વેક્સિન લીધી નહોતી : સ્ટડીમાં ખુલાસો

મોતમાં મોટાભાગના લોકો 70 વર્ષથી વધારે ઉંમરના: કેટલાક કિડનીની બીમારી, હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓથી પીડિત હતા

 

નવી દિલ્હી :  કોરોનાને અટકાવવા અક્સીર ઉપાય વેક્સિન છે અને વેક્સિન લેવાથી કોરોના પર ઘણી અંશ સુધી કાબુ મેળવી શકાય છે તેમ છતાં પણ દેશમાં હજુ લાખો લોકો એવા છે કે જેમણે હજુ સુધી વેક્સિન લીધી નથી. આવા લોકો માટે ચેતવણીરુપ સ્ટડી સામે આવ્યો છે જે વાંચીને કોઈ પણ ચિંતા વધી શકે છે.

  મેક્સ હેલ્થકેર દ્વારા કરવામાં આવેલા એક સ્ટડીમાં એવું સામે આવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન નોંધાયેલા મોતમાં મોટાભાગના લોકો 70 વર્ષથી વધારે ઉંમરના હતા તેમનામાં કેટલાક કિડનીની બીમારી, હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓથી પીડિત હતા. મેક્સ હેલ્થકેર દ્વારા જારી એક નિવેદનમાં કહેવાયું કે અમારી હોસ્પિટલોમાં અત્યાર સુધી 82 લોકોના મોત કેસમાં 60 ટકા લોકો એવા હતા જેમણે વેક્સિનનો એક ડોઝ લીધો હતો અથવા તો એક પણ ડોઝ લીધો નહોતો. 

સ્ટડીમાં એવું પણ કહેવાયું હતું કે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ફક્ત 23.4 ટકા દર્દીઓને હોસ્પિટલમાં ઓક્સિજનની જરુરત પડી હતી. જ્યારે બીલી જહેરમાં 74 ટકા અને પહેલી લહેરમાં 63 ટકા દર્દીઓને ઓક્સિજનની જરુર પડી હતી. 

પહેલી લહેરમાં 7.2 ટકા, બીજી લહેરમાં 10.5 ટકા અને ત્રીજી લહેરમાં 6 ટકા મૃત્યુ દર રહ્યો હતો. હોસ્પિટલોમાં ભરતી થનાર દર્દીઓની સંખ્યા છેલ્લા 10 દિવસમાં વધી છે.

મેક્સ હોસ્પિટલના સ્ટડીમાં એવું જણાવાયું છે કે ઓમિક્રોન વેરિયન્ટને કારણે દેશમાં આવેલી કોરોનાની ત્રીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં ભરતી થનાર દર્દીઓની સંખ્યા ઘણી ઓછી રહી છે પહેલી અને બીજી લહેરમાં આઈસીયુ બેડ્સની જરુર ઓછી પડી.

(11:44 pm IST)