Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

મુંબઇના તાડદેવ વિસ્‍તારની બિલ્‍ડીંગમાં આગ દુર્ઘટનાની તપાસ માટે કમીટીની રચના

- BMC કમિશનરને 15 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે: કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિજનો માટે 2 લાખની મદદની જાહેરાત કરવામાં આવી છે.

મુંબઇ : :મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના તાડદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ પાસેની 20 માળની ઈમારતમાં ગઈકાલે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિજનો માટે 2 લાખની મદદની જાહેરાત કરવામાં આવી છે.

સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ અને રિલાયન્સ અને ભાયખલાની મસીના હોસ્પિટલે ઘાયલોને દાખલ કરવાની ના પાડી દીધી હતી. તેજ્યારે સ્થાનિક લોકોએ કહ્યું કે તેઓ ઘાયલ દર્દીઓને લઈ ગયા, ત્યારે આ હોસ્પિટલોએ પૈસાના અભાવ અને કોવિડ ટેસ્ટ રિપોર્ટના અભાવને કારણે ઘાયલોને દાખલ કરવાની ના પાડી દીધી. આ પછી ઘાયલોને નાયર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

જણાવી દઈએ કે, તાડદેવ વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃતકોના પરિવારજનોને 5 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને 50 હજાર રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે. દરમિયાન મુંબઈના મેયર કિશોરી પેડનેકર બાદ મંત્રી આદિત્ય ઠાકરે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ પછીની ઘટના વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, તાડદેવ વિસ્તારમાં કમલા બિલ્ડીંગમાં લાગેલી આગની આ દુ:ખદ ઘટનાનો તાગ મેળવ્યો હતો. ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી છે. અમે અહીંના સ્થાનિક લોકો સાથે પણ વાત કરી અને આ દુઃખની ઘડીમાં શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

(1:22 pm IST)