Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

'મોનિકા... ઓ માય ડાર્લિંગ' : પ્રજાસત્તાક દિવસના રિહર્સલમાં નૌકાદળના જવાનોએ વગાડી 'મોનિકા... ઓ માય ડાર્લિંગ'ની ધૂન : સોશિયલ મીડિયા પર વિડિઓ વાઇરલ થયો : વિપક્ષે ઉઠાવ્યો વાંધો

ન્યુદિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજપથ ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડ માટે રિહર્સલ ચાલી રહ્યું છે. 26 જાન્યુઆરીના અંતિમ પ્રદર્શન માટે, વિવિધ જવાનોના બેન્ડ દરરોજ પ્રેક્ટિસ કરે છે. દરમિયાન, નેવી બેન્ડના રિહર્સલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નેવીના જવાનો બોલિવૂડ ગીત 'મોનિકા... ઓ માય ડાર્લિંગ'ની ધૂન પર નાચતા અને ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો MyGov ઈન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.
વીડિયોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ બે જૂથમાં વહેંચાયેલા છે. એક જેઓ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને બીજા જેઓ આ વીડિયો પર વાંધો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ આ સૂર પર વાંધો ઉઠાવ્યો છે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:52 pm IST)