Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

આગામી 25થી 30 વર્ષ સુધી ભાજપને હલાવી શકે એવો માયનો લાલ પેદા નથી થયો: ડૉ. દિનેશ શર્મા

મતદાર-અસરકારક સંવાદ કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ વિરોધી પક્ષો પર જોરદાર નિશાન સાધ્યું

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. જે તે ઉમેદવારને જીતાડવા તથા સમર્થન આપવા માટે ફરી એકવખત વાણી વિલાસ જોવા મળી રહ્યો છે. શનિવારે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી ડૉ. દિનેશ શર્માએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં આગ્રામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું. મતદાર-અસરકારક સંવાદ કાર્યક્રમને સંબોધતા ડૉ.દિનેશ શર્માએ વિરોધી પક્ષો પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોઈ કહે છે કે યોગીજી મઠ જશે, મોદીજી હિમાલય જશે. પણ ઉત્તર પ્રદેશનું દરેક બાળક યોગી અને મોદી છે. આગામી 25-30 વર્ષ સુધી ભાજપને હલાવી શકે એવો માયનો લાલ પેદા નથી થયો.

ઉત્તર પ્રદેશમાં કાયદાનું શાસન છે. કોઈને કાયદા સાથે છેડછાડ કરવાની કોઈને છૂટ નથી. આપણે કોઈના ભડકાઉ ભાષણનો સામે જવાબ આપવાની જરૂર નથી. તેમની ભાષાનો જવાબ લોકશાહી ઢબે આપવો પડશે. થોડા વર્ષો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ મોતના સોદાગર કહ્યા હતા. એક વિપક્ષી નેતાએ તેમને હત્યારા કહ્યા. વડાપ્રધાને તેમને જવાબ આપ્યો ન હતો. ઉત્તર પ્રદેશની પ્રજાએ આનો જવાબ આપ્યો. સમાજવાદી પાર્ટી પર નિશાન તાકીને તેમણે કહ્યું કે જ્યારે તેઓ ગત વખતે સરકારમાં આવ્યા ત્યારે ઘર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ફોર્મ ભરવાનું શરૂ કર્યું. લાખોની સંખ્યામાં ફોર્મ ભરાવ્યા અને મકાનો અપ્યા હજારોની સંખ્યામાં. હવે તે વીજળીનું ફોર્મ ભરાવી રહ્યા છે. આ લોકો જનતાને મૂંઝવી નાંખશે. ભાજપની સરકાર આવ્યા બાદ 45 લાખ મકાનો બન્યા. 2.5 કરોડથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા. કરોડોની સંખ્યામાં ગેસ સિલિન્ડર વિતરણ કરવામાં આવ્યા.

સદર વિસ્તારમાં સભા કરી હતી અને ભાજપ સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે કહ્યું કે આજે ઉત્તર પ્રદેશમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ વિકસિત રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે. જે પાર્ટીઓ જાતિવાદ, સાંપ્રદાયિકતા અને પ્રાદેશિકવાદ પર ચાલે છે તેમની ખરાબ હાલત થશે. ખરાબ રીતે તે હારશે. જૂઠાણાના આધારે પક્ષ છોડી દેનારા, જે સત્તામાં આવવાના નથી. તે પક્ષો આજે કાલ્પનિક જાહેરાતો કરી રહ્યા છે. બસપામાંથી રાજીનામું આપ્યા બાદ મુરારીલાલ ગોયલ શનિવારે ડેપ્યુટી સીએમ દિનેશ શર્માની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. બસપાએ ઉત્તર સીટ પરથી મુરારીલાલ ગોયલને ટિકિટ આપીને ઉમેદવાર જાહેર કર્યા હતા. છેલ્લી ઘડીએ બસપાએ તેમની ટિકિટ કાપીને કોંગ્રેસમાંથી બસપામાં આવેલા શબ્બીર અબ્બાસને ટિકિટ આપી. આ પછી શુક્રવારે મુરારીલાલ ગોયલે પોતાનું રાજીનામું બસપાને મોકલી આપ્યું અને કહ્યું કે બસપાએ તેમની સાથે દગો કર્યો છે.

(11:28 pm IST)