Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાનો 4 રનથી વિજય : ભારત 283 રન બનાવી ઓલઆઉટ

કોહલીએ 65 રન, ધવને 61 રન અને ચહરે 54 રન ફટકારી ટીમને જીતની નજીક પહોંચાડી પરંતુ અન્ય બેટમેન જીત અપાવવામાં નિષ્ફ્ળ : સાઉથ આફ્રિકાએ 3-0થી સીરિઝ જીતી

મુંબઈ : કેપટાઉનમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતને ચાર રનથી હાર વેઠવી પડી છે. 288 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયા 283 રન પર સમેટાઈ ગઈ હતી રોમાંચક મુકાબલમાં સાઉથ આફ્રીકાની ટીમે ભારતીય ટીમને 4 રનથી હાર આપી છે.ટીમ ઈન્ડિયા 49.2 ઓવરમાં 283 રન બનાવી શકી. ભારત તરફથી વિરાટ કોહલીએ અડધી સદી ફટકારતા 65 રન બન્યા હતા. આ સિવાય ધવને 61 રન અને ચહરે શાનદાર ઈનિંગ રમી 54 રન ફટકારી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. પરંતુ અન્ય બેટ્સમેન મેચ જીતાડવામાં સફળ ન રહ્યા.   સાઉથ આફ્રીકાએ પ્રથમ બેટિંગ કરતા 287 રન બનાવ્યા હતા. 

પહેલા બેટિંગ કરીને સાઉથ આફ્રિકાએ નિર્ધારીત 50 ઓવરમાં 10 વિકેટના નુકશાન પર 287 રન બનાવ્યાં હતા. 287 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયા 283 રન પર સમેટાઈ ગઈ. દિપક ચાહરે છેલ્લી ઓવરમાં દમદાર પ્રદર્શન કર્યું હતું તેમ છતાં પણ ભારતને સફળતા ન મળી અને સાઉથ આફ્રિકા સામે 4 રને હારી જઈ હતી. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ 3-0થી સીરિઝ જીતી લીધી છે. 

(12:00 am IST)