Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને પગલે કેટલાક હાઈવે બંધ કરવા પડયા : અમુક હાઈવે સ્લીપરી થઈ ગયા

સીમલા : નવેસરથી શરૂ થયેલ જોરદાર બરફ વર્ષાને પગલે પગલે ડેલહાઉસી થી ખજ્જરનો હાઇવે તમામ વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે જ્યારે બનીખેત આને ડેલહાઉસી વચ્ચેનો હાઈ-વે માત્ર 4WD  વાહનો માટે ખુલ્લો રખાયો છે. આ ઉપરાંત પઠાણકોટ થી છામ્બા રોડનો તમામ ટ્રાફિક નૈનીખડ અને ગોલી થઈ વાયા સામલેઉ  ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તદુપરાંત બનીખેત આસપાસ ભારે હીમવર્ષાને લીધે છામ્બા પઠાણકોટ હાઈવે સ્લીપરી થઈ ગયો છે.

રસ્તાઓની સ્થિતિ:

1. ડેલહાઉસી - ખજ્જિયાર રોડ તમામ વાહનો માટે બંધ
2. બનીખેત - ડેલહાઉસી રોડ માત્ર 4WD વાહનો માટે ખુલ્લો છે
3. પઠાણકોટ - ચંબા રોડ ટ્રાફિકને તમામ વાહનો માટે નૈનીખાડ અને ગોલી વાયા સામલેઉ તરફ વાળવામાં આવ્યો
4. ચંબા - પથણકોટ નેશનલ હાઇવે આસપાસ ખૂબ બરફને કારણે બહુ લપસણો છે

(9:28 am IST)