Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વાહન ચાલકો સાવધાનઃ ૨ લાખ સુધીનો આવી શકે છે મેમો

નવા મોટર વ્‍હીકલ એકટમાં છે આકરી જોગવાઈઃ ટ્રાફિકના નિયમોનું પાલન અત્‍યંત જરૂરી છે

નવી દિલ્‍હી, તા. ૨૪ :. વાહન ચલાવનારાઓ સાવધાન થઈ જાઓ, તમારો ૨ લાખ રૂપિયાનો મેમો આવી શકે છે. ટ્રાફીક નિયમોનું પાલન કરવુ બહુ જરૂરી છે. જો તમે આવું નહી કરો તો તમે પોતાની સાથે બીજાનું પણ નુકસાન કરી શકો છો. નવા મોટર વ્‍હીકલ એકટ અનુસાર બે લાખ રૂપિયાથી વધારેનો મેમો પણ આવી શકે છે.
જો તમે ટ્રક ચલાવતા હો અને નિયમોનું ઉલ્લંઘન કરો તો ઓવરલોડિંગના ૫૦૦૦ રૂપિયા, રજીસ્‍ટ્રેશન સર્ટીફીકેટના હોય તો ૧૦,૦૦૦ રૂપિયા, ફીટનેસ સર્ટીફીકેટ ના હોય તો ૧૦,૦૦૦ રૂપિયા, પરમીટ વાયોલેશન પર ૧૦,૦૦૦ રૂપિયા, ઈન્‍સ્‍યોરન્‍સ ના હોય તો ૪૦૦૦ રૂપિયા, પીયુસી ના હોય તો ૧૦,૦૦૦ રૂપિયા, ઢાંકયા વગર બાંધકામ સામગ્રી લઈ જવા પર ૨૦,૦૦૦ રૂપિયા અને સીટ બેલ્‍ટ ના બાંધ્‍યો હોય તો ૧૦૦૦ રૂપિયાનું ચલણ કપાઈ શકે છે. આ સાથે જ ઓવર લોડીંગનું ચલણ ૨૦,૦૦૦ રૂપિયા અને જેટલા ટન વધારે સામાન હોય તેના પર દર ટને ૨૦,૦૦૦ રૂપિયા દંડ લાગશે.
આ પહેલા આવું થઈ પણ ચૂકયુ છે. ૨૦૧૯માં નવો મોટર વ્‍હીકલ એકટ લાગુ થયા પછી દિલ્‍હી પોલીસે કડકાઈપૂર્વક કામ કરીને રામ કિશન નામના શખ્‍સને ૫૬ હજારનું ચલણ ઓવરલોડીંગ માટે ૫૦૦૦ ડ્રાઈવીંગ લાઈસન્‍સ ના હોવા માટે, ૧૦ હજાર રૂપિયા રજીસ્‍ટ્રેશન સર્ટીફીકેટ ના હોવા માટે, ૧૦ હજાર રૂપિયા ફીટનેસ સર્ટીફીકેટ ના હોવા માટે, ૧૦ હજાર રૂપિયા પરમીટ વાયોલેશન માટે, ૪ હજાર ઈન્‍સ્‍યોરન્‍સ ના હોવા માટે, ૧૦ હજાર પીયુસી ના હોવા માટે, ૨૦ હજાર રૂપિયા ઢાંકયા વગર સામગ્રી લઈ જવા માટે અને ૧૦૦૦ રૂપિયા સીટબેલ્‍ટ ના બાંધવા માટે દંડ ફટકાર્યો હતો. આ વ્‍યકિતને કુલ ૨,૦૦,૫૦૦ રૂપિયાનું ચલણ અપાયુ હતું.
વાહન ચલાવતી વખતે રસ્‍તામાં કાયમ એમ્‍બ્‍યુલન્‍સના સાઈરન પર ધ્‍યાન આપો અને આપાતકાલીન વાહનને રસ્‍તો આપો. તેને તમારી આગળ નીકળવા દો. તમે આમ ના કરો તો તે ટ્રાફીક નિયમોનું ઉલ્લંઘન છે તેના માટે તમારૂ ટ્રાફીક ચલણ કપાઈ શકે છે.
ચેકીંગ દરમ્‍યાન હવે જો તમારી પાસે એમ પરિવહન એપ અથવા ડીજી લોકરમાં ડ્રાઈવીંગ લાયસન્‍સ, વાહન રજીસ્‍ટ્રેશન અને વીમાના કાગળો હશે તો પોલીસ અથવા આરટીઓ મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૦ હેઠળ ચલણ નહી કાપી શકે. આ પહેલા કાગળ ના દેખાડવા પર પાંચ હજાર રૂપિયાનો દંડ આથવા ત્રણ મહિનાની કેદની જોગવાઈ હતી

 

(10:23 am IST)