Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

લોકડાઉન શ્રીમંતોને ફળ્‍યુઃ ગરીબોની આવકમાં ૫૩%નો ઘટાડો

આર્થિક ઉદારીકરણ પછી સૌથી ગરીબ ૨૦ ટકા પરિવારોની વાર્ષિક આવક ૧૯૯૫થી વધતી હતી તે કોરોના પછી ઘટવા લાગી : સર્વેના ચોંકાવનારા તારણો : મહામારીએ શહેરી ગરીબોને સૌથી વધુ અસર પહોંચાડી

નવી દિલ્‍હી, તા.૨૪: કોરોના મહામારી દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનની સૌથી વધુ અસર ગરીબ વર્ગ પર પડી છે. ડેટા અનુસાર, તેમની આવકમાં ૫૩ ટકાનો ઘટાડો થયો છે. સાથે જ અમીરોની આવકમાં પણ સતત વધારો થયો છે. આર્થિક ઉદારીકરણ પછીના સૌથી ગરીબ ૨૦ ટકા ભારતીય પરિવારોની વાર્ષિક આવક ૧૯૯૫ થી સતત વધી રહી છે, પરંતુ ૨૦૧૫-૧૬ના સરખામણીમાં વર્ષ ૨૦૨૦-૨૧માં ૫૩ ટકાનો દ્યટાડો થયો છે. આ જ પાંચ વર્ષના સમયગાળામાં, સૌથી ધનિક ૨૦ ટકા લોકોએ વાર્ષિક પારિવારિક આવકમાં ૩૯ ટકાનો વધારો જોયો હતો.
આ રિપોર્ટ દર્શાવે છે કે મહામારીએ શહેરમાં રહેતા ગરીબોને સૌથી વધુ અસર કરી છે, તેમની આવક આ સમયગાળામાં સમાપ્ત થઈ ગઈ છે. સર્વેમાં આવકના આધારે વસ્‍તીને પાંચ ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલા સૌથી ગરીબ ૨૦ ટકા વસ્‍તી, અહીં આવકમાં ૫૩ ટકાનો દ્યટાડો જોવા મળ્‍યો છે. બીજું, નીચલા મધ્‍યમ વર્ગની આવકમાં ૩૨ ટકાનો દ્યટાડો થયો છે. ત્રીજું, દ્યટાડો મધ્‍યમ-આવક જૂથ માટે ૯ ટકા છે, ચોથું ઉચ્‍ચ મધ્‍યમ વર્ગમાં સાત ટકા અને સૌથી ધનિક ૨૦ ટકા માટે ૩૯ ટકાનો વધારો છે.
સર્વે અનુસાર, એવું પણ જાણવા મળ્‍યું છે કે ૧૯૯૫માં સૌથી ધનિક ૨૦ ટકા લોકોની આવક કુલ દ્યરની આવકના ૫૦.૨ ટકા હતી, પરંતુ ૨૦૨૧માં તેમનો હિસ્‍સો વધીને ૫૬.૩ ટકા થઈ ગયો. બીજી તરફ, સૌથી ગરીબ ૨૦ ટકાનો હિસ્‍સો ૫.૯ ટકાથી દ્યટીને ૩.૩ ટકા થયો છે. આ સૌથી ગરીબ ૨૦ ટકામાં પણ, ગામડાં કરતાં શહેરવાસીઓ વધુ પ્રભાવિત થયા છે. આંકડા દર્શાવે છે કે શહેરોમાં ગરીબોની સંખ્‍યામાં વધારો થયો છે. જયારે ૨૦૧૬માં સૌથી ગરીબ ૨૦ ટકામાંથી ૯૦ ટકા ગામડાઓમાં હતા. ૨૦૨૧માં આ સંખ્‍યા દ્યટીને ૭૦ ટકા થઈ ગઈ. બીજી તરફ શહેરી વિસ્‍તારોમાં સૌથી ગરીબ ૨૦ ટકાનો હિસ્‍સો લગભગ ૧૦ ટકાથી વધી ગયો છે.

 

(11:32 am IST)