Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પ્રજાસત્તાક દિન નિમિત્તે ગો ફર્સ્‍ટની આકર્ષક ઓફર

નાગરિકો રૂ. ૧,૦૦૦મી પણ ઓછી કિંમત, રૂ.૯૨૬માં વિમાન પ્રવાસ કરી શકશે

નવી દિલ્‍હી, તા.૨૪: કોરોના અને ઓમિક્રોન ચેપના કેસ ખૂબ વધી ગયા હોવાથી દેશના દ્યણા રાજયોએ ફ્‌લાઈટ્‍સ પર કાં તો પ્રતિબંધ મૂક્‍યો છે અથવા ફ્‌લાઈટ્‍સની ફ્રીક્‍વન્‍સી દ્યટાડી દીધી છે. એને કારણે વિમાન પ્રવાસ ટિકિટના ભાડા ખૂબ વધી ગયા છે. તે છતાં ગો ફર્સ્‍ટ એરલાઈને દેશના ૭૩મી પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષક ઓફર કરી છે. તેણે જાહેરાત કરી છે કે નાગરિકો રૂ. ૧,૦૦૦મી પણ ઓછી કિંમત, રૂ.૯૨૬માં વિમાન પ્રવાસ કરી શકશે. ગો ફર્સ્‍ટે તેની આ સ્‍કીમને ‘રાઈટ ટુ ફ્‌લાઈ' નામ આપ્‍યું છે. આ સ્‍કીમ અંતર્ગત પ્રતિ વ્‍યક્‍તિ ટિકિટ ભાડું રૂ.૯૨૬થી શરૂ થાય છે. આ સ્‍કીમ અંતર્ગત પ્રવાસી-ગ્રાહકો દેશભરમાં દ્યણા સ્‍થળે સસ્‍તામાં પ્રવાસ કરી શકે છે.
પરંતુ જે લોકો આ ઓફરનો મહત્તમ લાભ લેવા માગતા હોય તેમણે ૨૬ જાન્‍યુઆરી સુધીમાં ફ્‌લાઈટ્‍સની ટિકિટ બુક કરાવવી પડે. આ સ્‍કીમ ૨૨ જાન્‍યુઆરીથી શરૂ થઈ ગઈ છે

 

(11:41 am IST)