Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વીજળી વિભાગનું કારનામુ !

માટીના કાચા ઘરમાં નથી ફ્રીઝ-વોશિંગ મશીન અને બીલ આવ્યું રૂ.૮૨,૦૦૦

ભીલવાડા, તા.૨૪: રાજસ્થાનમાં વીજળી મોંદ્યી છે. જેના કારણે નજીકના રાજયો જેવા કે ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ઉદ્યોગોનો વિસ્તાર વધ્યો છે. તો આ સ્થિતિ વચ્ચે રાજસ્થાનમાં વીજળી બીલનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કિસ્સો વાંચીને તમને પણ નવાઈ લાગશે કે એક ગરીબ મહિલાના માટીના મકાનનું લાઈટ બીલ ૮૨,૨૫૮ રૂપિયા મોકલવામાં આવ્યું છે. આ બીલ જોઈને મહિલા પણ હેરાન છે. તસવીરમાં મહિલાનું મકાન છે અને એ જોઈને તમને લાગે છે કે આ મહિલાએ બે મહિનામાં આટલી મોટી રકમની લાઈટ વાપરી હશે. ત્યારે વીજળી વિભાગનું આ કારનામુ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

અજમેર વિદ્યૃત વિભાગે ભીલવાડા જિલ્લાના ગાંગલાસ ગામના લાલા રેગરના નામે આ હજારો રૂપિયાનું બીલ મોકલ્યું છે. આ બીલ જોઈને દ્યરના માલિક તો ઠીક ગામના લોકો પણ વીજળી વિભાગની ઠેકડી ઉડાવી રહ્યા છે. કારણ કે મકાન કાચી માટીનું છે અને લાઈટનો એટલો ઉપયોગ જ નથી. તો આટલી તગડી રકમનું બીલ આવ્યું કેવી રીતે. હવે લાલા રેગરનો પુત્ર રતન રેગર પોતાનું આ હજારો રૂપિયાનું બીલ દ્યટાડવા માટે વીજળી વિભાગના ધરમધક્કા ખાઈ રહ્યો છે.

રતન રેગરે જણાવ્યું કે, અવારનવાર વીજળી વિભાગ દ્વારા આવી ભૂલ કરવામાં આવે છે. મકાન કાચુ છે અને લાખો રૂપિયાનું લાઈટ બીલ મોકલી દેવામાં આવે છે. વીજળીનું મીટર ખરાબ હોવાથી આ મુશ્કેલીઓ આવતી હોઈ શકે છે. ગયા ઓકટોબર મહિનામાં પણ મારા દ્યરનું લાઈટ બીલ ૭ હજાર ૮૦૦ રૂપિયા આવ્યું હતું. મીટર બદલાવવા માટે પણ વીજળી વિભાગમાં અરજી આપી છે. એના માટે ૯૦૦ રૂપિયાની રકમ પણ જમા કરાવવામાં આવ્યા અને તેની રસીદ પણ મારી પાસે છે. જો કે, મારી લાઈટનું મીટર તો ચેન્જ થયુ પણ આ વખતે મને ૮૨ હજારનું બીલ મોકલી દેવામાં આવ્યું છે. આ રકમ ભરી શકવા માટે હું સક્ષમ નથી.

(12:49 pm IST)