Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ભારત-પાકિસ્તાન સીમા ઉપર છત્રપતિ શિવાજીની બે ભવ્ય પ્રતિમાની સ્થાપના

મુંબઇ, તા., ર૪: ભારત-પાકિસ્તાનની સીમા ઉપર છત્રપતી શિવાજી મહારાજની  બે ભવ્ય પ્રતિમા સ્થાપવામાં આવી છે.  મરાઠા રેજીમેન્ટ તરફથી ૧૪૮૦૦ ફુટની ઉંચાઇએ  પ્રતિમા સ્થાપવામાં આવી છે. દુનિયામાં આટલી ઉંચાઇએ મુર્તિ સ્થાપવાની આ પહેલી  ઘટના છે તેવું જાણવા મળ્યું છે. મચ્છલ બટાલીયનના કર્નલ પ્રણય પવારની સંકલ્પનાના આધારે પુનાના યુવા મુર્તિકાર આંજીકય લોહગાંવકરે આ મુર્તિઓ ઘડી છે. વરસાદ અને હિમવર્ષા સામે ટકી શકે તે માટે ખાસ ફાઇબરમાંથી મુર્તિઓ બનાવવામાં આવી છે. શહીદ જવાનોની સ્મૃતિમાં મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના પ૬ રાષ્ટ્રીય રાયફલ જવાનોએ આ સ્મૃતી સ્થળની સ્થાપના કરી છે. શહીદ થયેલા ૩ર જવાનોની તકતી ઉંચી દિવાલ પર અંકિત કરવામાં આવી છે.  એક મુર્તિ નિયંત્રણ રેખા નજીક અને બીજી સ્મૃતિ સ્થળ પર સ્થાપવામાં આવી છે.

(1:34 pm IST)