Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

નાગપુરમાં મધરાત્રે મહિલાઓના નગ્ન ડાન્સથી ખળભળાટ

મુંબઇ, તા., ર૪: છેલ્લા કેટલાક દિવસોથી બળદગાડાની (બુલોક કાર્ટ રેસ) દોડની શરત બંધ રહી હતી. જો કે હવે કોર્ટે પ્રતિબંધ હટાવી લીધો છે ત્યારે  દિવસે બળદગાડાની રેસ અને રાત્રે મહિલાઓના નગ્ન નૃત્ય યોજાતા હોવાની માહીતી સામે આવી છે.

પ્રાપ્ત માહીતી મુજબ નાગપુર જીલ્લાના કુહી, ઉમરેડ તાલુકાના કેટલાક ગામોમાં 'ડાન્સ હંગામા'ના બેનર હેઠળ અશ્લીલ નૃત્યો યોજાય છે. રાત પડતા જ સમીયાણામાં મહિલાઓ ર્નિવસ્ત્ર થઇ ઠુમકા લગાવે છે. જેને જોવા માટે ૧૦૦ રૂપીયાની ટીકીટ આપી યુવાનોની ભીડ એકઠી થાય છે. દરમિયાન આ બિભત્સ નૃત્યો યોજાવા સામે વિરોધ જાગ્યો છે. પોલીસને જાણ કરવામાં આવી છે. સ્થાનીકોની માંગણી છે કે આવા નૃત્યો યોજાવા ન જોઇએ.

(1:35 pm IST)