Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

લગ્નના સમારોહમાં વર-કન્‍યા વચ્‍ચે થઇ ઝપાઝપીઃ દુલ્‍હને કરી લીધા પિતરાઈ ભાઈ સાથે લગ્ન

વરરાજાએ આ સમગ્ર મામલે પંરુતિ મહિલા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

ચેન્‍નાઇ, તા.૨૪: લગ્ન સમારોહને લઇ હંમેશા અજીબ ગરીબ ખબર સામે આવતી રહે છે જેને સાંભળી ઘણી વખત લોકો વિચારમાં પડી જાય છે. એવો જ એક હેરાન કરવા વાળો કિસ્‍સો તામિલનાડુના લગ્ન સમારોહમાં જોવા મળ્‍યો. અહીં દુલ્‍હા-દુલ્‍હન વચ્‍ચે ઝપાઝપી થઇ અને લગ્નનો આખો માહોલ બદલાઈ ગયો. સમારોહ વચ્‍ચે વરરાજાએ કન્‍યાને થપ્‍પડ મારી મૂકી અને દુલ્‍હને એના પિતરાઈ ભાઈ સાથે જ લગ્ન કરી લીધા.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, દુલ્‍હન પંરુતિની રહેવાસી છે જયારે વરરાજા પેરિયાકટ્ટુપલયમનો રહેવાસી છે. બંનેની સગાઈ ગયા વર્ષે ૬ નવેમ્‍બરે થઈ હતી. બંનેના લગ્ન ૨૦ જાન્‍યુઆરીએ કદમપુલિયુર ગામમાં થવાના હતા. બંનેનું રિસેપ્‍શન ૧૯ જાન્‍યુઆરીએ હતું, જેમ કે દ્યણા સમુદાયોમાં પ્રી-વેડિંગ રિસેપ્‍શનનો રિવાજ છે.
લગ્નમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. ડીજે પર વર-કન્‍યાએ જોરદાર ડાન્‍સ કર્યો હતો. જોકે, પરિસ્‍થિતિ ત્‍યારે વણસી ગઈ જયારે દુલ્‍હનના પિતરાઈ ભાઈએ કપલનો હાથ પકડીને તેમની સાથે ડાન્‍સ કરવાનું શરૂ કર્યુ. જયારે નાચતી વખતે પિતરાઈએ વરરાજાના ખભા પર હાથ મૂક્‍યો, ત્‍યારે વરરાજા ચિડાઈ ગયો અને તેણે કન્‍યા અને તેના પિતરાઈને ધક્કો માર્યો.
દુલ્‍હનના પરિવારે જણાવ્‍યું કે જયારે દુલ્‍હન સ્‍ટેજ પર આવી ત્‍યારે વરરાજાએ બધાની સામે જ તેને થપ્‍પડ મારી દીધી હતી. મામલો એટલો વધી ગયો કે કન્‍યાએ લગ્ન ન કરવાનો નિર્ણય લીધો અને માતા-પિતાએ પણ પુત્રીને મંજૂરી આપી. કન્‍યાના પરિવારને તેમના સંબંધીઓમાંથી એક યોગ્‍ય વર મળ્‍યો અને તેઓએ નિર્ધારિત સમય અને તારીખે પુત્રીના લગ્ન અલગ જગ્‍યાએ કરાવ્‍યા.
વરરાજાએ આ સમગ્ર મામલે પંરુતિ મહિલા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે લગ્ન સમારોહમાં કન્‍યાના પરિવારના સભ્‍યોએ તેને ધમકી આપી હતી અને તેની સાથે દુર્વ્‍યવહાર કર્યો હતો અને મારપીટ કરી હતી. વરરાજાએ લગ્ન માટે સાત લાખ રૂપિયા અને વળતરની માંગણી કરી છે.

 

(3:07 pm IST)