Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ઓમિક્રોનના કહેર બાદ હવે સ્ટીલ્થ ઓમિક્રોને લોકોમાં ડર વધાર્યો

ખતરાની ઘંટડી...સ્ટીલ્થ ઓમિક્રોને ભારતમાં મચાવ્યો હાહાકારઃ RT-PCR ટેસ્ટમાં પણ નહીં પકડાય આ વાયરસઃ ૨૮ વાર બદલી ચુકયો છે સ્વરૂપ

નવી દિલ્હી, તા.૨૪: ઓમિક્રોનના કહેર બાદ હવે સ્ટીલ્થ ઓમિક્રોને લોકોમાં ડર વધાર્યો છે. ઓમિક્રોનના સબ વેરિએન્ટ સ્ટીલ્થ ઓમિક્રોન (BA.2)ને મૂળ ઓમિક્રોન કરતાં પણ ખૂબ વધુ સંક્રામક માનવામાં આવે છે. અત્યાર સુધીમાં સ્ટીલ્થ ઓમિક્રોનના સૌથી વધારે સેમ્પલ ભારત સહિત ડેનમાર્ક, બ્રિટન, સ્વીડન અને સિંગાપુરમાંથી મળી આવ્યા છે. આ સબ વેરિએન્ટ યુરોપીય દેશોમાં ખૂબ ઝડપથી પોતાનો પગ પ્રસારી રહ્યો છે. તેના સૌથી વધારે ટ્રાન્સમિસિબલ સ્ટ્રેઈનને જોતાં એવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે, તે કોવિડ-૧૯ના લહેરને વધુ વિકટ બનાવી શકે છે.

UK સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ સ્ટીલ્થ ઓમિક્રોનની ઓળખ કરી છે. UKHSAના ઈન્સીડેન્ટ ડાયરેકટર ડોકટર મીરા ચંદે જણાવ્યું કે, વિકસિત અને મ્યુટેટ હોવું એ વાયરસનો નેચર છે માટે એવી આશા રાખી શકાય કે, આગામી સમયમાં આપણને અનેક નવા-નવા વેરિએન્ટ્સ જોવા મળી શકે. આપણે જીનોમિક સર્વેલાન્સની મદદથી તેની ઓળખ કરી શકીએ છીએ અને તે ગંભીર છે કે નહીં તે પણ જાણી શકીએ છીએ. આ સબ-લીનિએજની ઓળખ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી.બ્રિટનમાં સ્ટીલ્થ ઓમિક્રોન એટલે કે, BA.2 સબ વેરિએન્ટના ૪૨૬ કેસની ઓળખ કરવામાં આવી છે. UKHSAના કહેવા પ્રમાણે હાલ વાયરલ જીનોમમાં બદલાવ અંગે નિશ્ચિતરૂપે કશું ન કહી શકાય પરંતુ પ્રાથમિક ગણતરીથી જાણવા મળ્યું છે કે, ઓરિજનલ ઓમિક્રોન BA.1ના સરખામણીએ સ્ટીલ્થ ઓમિક્રોન (BA.2)નો ગ્રોથ રેટ વધ્યો છે. UKHSAના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં ૪૦ દેશોમાં સ્ટીલ્થ ઓમિક્રોન મળી આવ્યો છે અને તે સૌથી વધારે ડેનમાર્કમાં ફેલાઈ રહ્યો છે.સ્ટેટન્સ સીરમ ઈન્સ્ટિટ્યુટ (SSI)ના એક સંશોધક એંડર્સ ફોર્મ્સગાર્ડના કહેવા પ્રમાણે બધા જ વેરિએન્ટના ઝડપી વિકાસને હાલ સરખી રીતે નહીં સમજાવી શકાય. તેના ગ્રોથને લઈને હું હેરાન છું પરંતુ ચિંતિત નથી. બની શકે કે, તે વસ્તીમાં ઈમ્યુનિટી પ્રત્યે વધારે પ્રતિરોધક છે જેના કારણે તે લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. એ પણ શકય છે કે, BA.1 થી સંક્રમિત થયા બાદ તમે BA.2ના લપેટમાં પણ આવો. આ એક સંભાવના છે અને આપણે તે માટે તૈયાર રહેવું પડશે. આ સ્થિતિમાં અમે આ મહામારીના ૨ પીક જોઈ રહ્યા છીએ.

(3:23 pm IST)