Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

સુપર સ્વીપર... હવે ઝાડુ વાળવા યંત્ર

મુંબઇ, તા.૨૪: ગલીઓમાં ઝાડુ મારનારા શહેરોમાં આરોગ્ય અને સ્વચ્છતા જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ કામને લીધે ગલીઓમાં ઝાડુ મારનારાને ધૂળ, બાયોએરોસોલ્સ, અસ્થિર ઓર્ગેનિક મેટર અને યાંત્રિક તાણ જેવાં વિવિધ જોખમનાં પરિબળોનો સામનો કરવો પડે છે, જેને લીધે તેમને અમુક વ્યવસાયી રોગો લાગુ થવાની શકયતા રહેલી હોય છે.

આ કર્મચારીઓમાં નિદાન થયેલી સૌથી વધુ માંદલાપણાની સ્થિતિઓમાં શ્વાસોશ્વાસ અને આંખના રોગો, અકસ્માત, ઈજાઓ, કપાઈ જવું અને જખમ, ત્વચાના ચેપ, પશુ દ્વારા કરડવું વગેરેનો સમાવેશ થાય છે. દ્યન કચરો ભેગો કરનારાને નોંધપાત્ર રીતે ધૂળ, સૂક્ષ્મજીવો, ટોકિસન્સ અને ડીઝલ પ્રેરિત પ્રદૂષણનો મોટે પાયે સામનો કરવો પડે છે.

સુમંથ મુદલિયારે હસ્ત સંચાલિત કચરો ભેગો કરવાનું યંત્ર નિર્માણ કર્યું છે, જે ઉત્પાદનની ડિઝાઈન અને તે ઉપભોકતા અનુકૂળ કઈ રીતે બની શકે તે માટે એમજીએ તેને સશકત બનાવ્યો અને ટેકો આપ્યો હતો. સુપર સ્વીપર મુખ્યત્વે ગલીના કર્મચારીઓની સ્વચ્છતાની સમસ્યાઓ અને સાંકડી ગલીઓમાં કચરાગાડીઓ પહોંચી નથી શકતી તે સમસ્યાઓ જેવી કચરો ભેગો કરવાની પ્રક્રિયામાં સામનો કરવી પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ યંત્ર એ રીતે તૈયાર કરાયું છે કે તે મોટી કચરાગાડીઓ જયાં કચરો ભેગો કરવા પહોંચી નહીં શકે તેવી સાંકડી ગલીઓમાં દ્યન કચરો ભેગો કરી શકે છે. ઉપરાંત આ યંત્રને બેટરી કે ઈંધણજેવા કોઈ પણ પ્રકારનાં બહારી પાવરના સ્રેતની આવશ્યકતા પડતી નથી.

સુરત સ્વચ્છતા હેકેથોન હેઠળ સુપર સેવર ટોપ ૧૦ ઈનોવેશન્સમાં પસંદ કરવામાં આવી છે, જે સ્માર્ટ સિટીના વિકાસ માટે જાહેર આરોગ્યના ક્ષેત્ર હેઠળ અમલ કરી શકાય છે. સુપર સ્વીપરને આ ઈનોવેશન માટે સુરત મહાપાલિકાના કમિશનર દ્વારા પણ સરાહના મળી છે.

(3:24 pm IST)