Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

Zomato અને Paytm ના શેરમાં જોરદાર ઘટાડોઃ લિસ્ટિંગ પછી સૌથી નીચલા સ્તર પર પહોંચ્યા શેર

ઝોમાટોના શેરનો ઇશ્યૂ ભાવ ૭૬ રૂપિયા છેઃ હાલ આ શેર ઇશ્યૂ ભાવથી ૩૦% વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છેઃ Paytmના શેરનો ઇશ્યૂ ભાવ ૨૧૫૦ રૂપિયા હતોઃ હાલ પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી ૫૭% નીચે ટ્રેડ કરી રહ્યો છે

મુંબઈ, તા.૨૪: ભારતીય શેર બજાર માટે આજનો દિવસ ખરાબ રહ્યો છે. સતત પાંચમા ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેકસ અને નિફ્ટીમાં કડાકો બોલી ગયો છે. આ દરમિયાન Zomato અને Paytmના શેર ખૂબ દબાણ હેઠળ રહ્યા છે. બંને શેર આજે તૂટીને લિસ્ટિંગ બાદ પ્રથમ વખત સૌથી નીચેના સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે. ઝોમાટોના શેરની ઈશ્યૂ કિંમત ૭૬ રૂપિયા હતી. ઝુલાઈ ૨૦૨૧માં ઝોમાટોના શેરનું લિસ્ટિંગ થયું હતું. પેટીએમના શેરની ઇશ્યૂ કિંમત ૨,૧૫૦ રૂપિયા હતી. પેટીએમના શેરનું લિસ્ટિંગ નવેમ્બર, ૨૦૨૧માં થયું હતું.

ઝોમાટોનો શેર ૨૪ જાન્યુઆરીના રોજ શરૂઆતના કારોબારમાં ૧૮% સુધી તૂટી ગયો હતો. સવારે ૧૦.૨૦ વાગ્યે ઝોમાટોના શેર ૧૦.૪૩% તૂટીને ૯૨.૫૦ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેર ૨૫%થી વધારે તૂટી ગયો છે. Zomatં ઉપરાંત પેટીએમનો શેર ૨૪ જાન્યુઆરીના રોજ ૪% દ્યટીને ૯૦૪ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoનું લિસ્ટિંગ જુલાઈ ૨૦૨૧ના રોજ થયું હતું. કંપનીની ઇશ્યૂ કિંમત ૭૬ રૂપિયા હતી. હાલ શેર ઇશ્યૂ કિંમતથી ૩૦ ટકા ઉપર છે. જયારે પેટીએમનું લિસ્ટિંગ ૨૧૫૦ રૂપિયામાં થયું હતું. આ શેર ઇશ્યૂ કિંમતથી ૫૭% નીચે ૯૦૪ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

મિન્ટ પ્રમાણે જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટિસ્ટ વી.કે. વિજયકુમારે કહ્યુ કે, ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડ ખૂબ ખરાબ છે. ગત અઠવાડિયે S&P પોતાના ઓલ ટાઇમ હાઈથી ૮% અને Nasdaq ૧૫% દ્યટીને બંધ થયા છે. ગત અઠવાડિયે ટેક શેરોમાં જોરદાર ઘટાડો આવ્યો હતો. યૂરોપીયન માર્કેટમાં પણ દ્યટાડો ચાલુ છે.

વિજયકુમારે કહ્યુ કે, ટેક શેર્સમાં વેચવાલીમાં એક ખાસ ટ્રેન્ડ નજરે પડી રહ્યો છે કે નોન-પ્રોફિટેબલ ટેક શેરમાંથી રોકાણકારો મોટી પ્રમાણમાં બહાર નીકળી રહ્યા છે. આ ટ્રેન્ડની અસર ભારતમાં Zomato અને Paytmના શેર પર જોવા મળી રહી છે.

(3:24 pm IST)