Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પ્રકૃતિ પ્રેમી દંપતિએ દાન કર્યા ૨૦ ટન ચંદનના લાકડા

વૃક્ષ પ્રેમી : તેલંગાણામાં બંજર ભૂમિ પર ઉગાડ્યા એક કરોડ છોડ

નવી દિલ્હી : તેલંગાણાના પર્યાવરણવાદી દારિપલ્લી રમૈયાનો પ્રકૃતિ પ્રેમ હાલ ચર્ચામાં છે. તેમના સંઘર્ષને જોતા તેલંગાણા સરકારે રમૈયાને લાલ ચંદન વેચવાની મંજૂરી આપી. પરંતુ પદ્મશ્રી રમૈયાએ રાજ્યના હરિત નિધિ કાર્યક્રમ માટે ૨૦ ટન ચંદનનું લાકડું દાનમાં આપવાનો વિકલ્પ પસંદ કર્યો. આ વૃક્ષ પ્રેમીએ સમગ્ર રાજ્યમાં ૧ કરોડથી વધુ છોડ લગાવ્યા અને લાખો છોડનું વિતરણ કર્યું. રાજ્ય અને કેન્દ્રએ પણ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે યોગદાનને માન્યતા આપી છે. રમૈયા અને તેમની પત્ની જન્મમ્માનો પર્યાવરણ પ્રત્યે -પ્રેમ એટલો છે કે, તેઓએ બીજ અને છોડ ખરીદવા માટે પોતાની ત્રણ એકડ  જમીન પણ વેચી દીધી. તેઓને વિશ્વાસ હતો કે, કોઈ દિવસ ક્ષેત્રમાં વૃક્ષ જરૂર ઉગાડવામાં આવશે. ૫૦ વર્ષના અથાક પ્રયાસોથી  તેઓએ હકીકતમાં તેલાંગાણાને હરિત આવરણ આપી દીધું. રમૈયાનું કહેવું છે કે, તેઓ અંતિમ શ્વાસ સુધી ધરતીને હરા ભરા કરતા રહેશે.

૫૦ ચંદનના વૃક્ષ

રમૈયા અને જન્મમ્મા ૫૦ વર્ષથી ખમ્મમ જીલ્લામાં પોતાની જમીન પર ઠોડ ઉગાવી રહ્યા છે. ૨૦ વર્ષ પહેલા તેઓએ ખમ્મમ ગ્રામીણ મંડલના રેડ્ડીપલ્લી ગામમાં ૭ એકડમાં ૫૦થી વધુ લાલ ચંદનના વૃક્ષ લગાવ્યા, જે દાનમાં આપી દીધા.

છોડ ભેટમાં આપવાની આદત બનાવી લીધી

રમૈયાએ બે બેડરૂમના ઘરને મીની-સંગ્રહાલય બનાવી દીધું છે. તેમાં ર્હોડિંગ, તખ્તિઓ અને ખ્લેકસ બેનાર લગાવી દીધા. લગ્ન, જન્મદિવસ અને વર્ષગાંઠ પર તેઓ લોકોને ભેટમાં છોડ આપે છે. સાઈકલ પર છોડ અને પોકેટમાં બીજ તે જ તેમની ઓળખ છે.

પોતાની માતા તરફથી મળી હરિયાળીની પ્રેરણા 

વારિપલ્લીએ દસમી કક્ષા બાદ આસપાસ બંજર જમીનને હરા-ભરા કરવાનો સંકલ્પ લીધો. તેઓ માતાને આગામી વાતાવરણ બીજ વાવવા માટે બીજ બચાવતા જોઈ પ્રેરિત થયા. તેઓ બંજર ભૂમિને હરી-ભરી કરવા માટે ચંદન, અલ્બિજિયા સમન, ફિર્સ રિલિજિઓસા, એગલ માર્મેલસ, નિયોલામર્કિયા કૈડમ્બા જેવા વૃક્ષના બિજ એકત્ર કરે છે.

(3:25 pm IST)