Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પંચાયતોમાં હવામાન કેન્દ્ર, ખેડૂતોને મળશે આંધી-તોફાનથી એલર્ટ

મહારાષ્ટ્રમાં પહેલ : હવામાન મારથી ઉપજ બચાવવાની કવાયત

નવી દિલ્હી : કમોસમી વરસાદ, પૂર, તોફાન, વાદળ ફાટવા જેવી પ્રાકૃતિક આપત્તીઓથી ગત વર્ષ ૨૫ નવેમ્બર સુધી દેશમાં ૫૦ લાખ હેકટરથી વધુ પાક ખરાબ થઈ ગયો. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન થયું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે નવેમ્બરમાં આ જાણકારી સંસદમાં આપી હતી. એટલું જ નહીં, ૨૦૨૦માં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો પર તીડનો કહેર વરસ્યો હતો મહારાષ્ટ્ર સરકાર તરફથી ખેડૂતો-ગ્રામીણોને હવામાનની જાણકારી આપવા માટે પ્રદેશની ગ્રામ પંચાયતમાં સ્વચાલિત હવામાન કેન્દ્ર લગાવવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રો દ્વારા તાપમાન, વરસાદ, આંધી-તોફાન વગેરે સુચનાઓ ખેડૂતોને ગામમાંથી જ મળી જશે. રાજ્યના કૃષિ મંત્રી દાદા સાહેબ ભૂસે અનુસાર, દરેક જાણકારી મળવા પર ખાલિહાનમાં રાખેલ ઉપજ ખેડૂત ગોડાઉન અથવા ઘરમાં રાખી શકે છે. પશુ પાલક પોતાના મવેશિયાઓને સુરક્ષિત સ્થળ પર પહોંચાડી શકે છે. તેમાં સફળતા મળે તો અન્ય રાજ્યો માટે તે રોલ મોડલ બની શકે છે. જણાવી દઈએ કે, પારંપરિક ખેતી સાથે બાગાયતમાં મહારાષ્ટ્ર નંબર વન છે.

૧૦ વર્ષમાં ૩.૬૦ કરોડ હેકટર પાક નિષ્ફળ

સંયુકત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના આંકડા ચિંતાજનક છે. તે અનુસાર, ૨૦૧૦-૧૯ દરમ્યાન ભારતમાં પ્રાકૃતિક આપત્તિઓના મારથી ૩.૬૦ કરોડ હેકટર પાક બર્બાદ થયો. ૨૦૧૬-૨૧ દરમ્યાન ૩૦ હજાર કરોડ રૂપિયાથી વધુ આર્થિક નુકસાન ખેડૂતોને થયું છે. આ કારમે ઉપજ અપેક્ષાથી ઓછી થઈ છે. વૈશ્વિક સ્તર પર સપ્લાઈ પ્રભાવિક થઈ છે. ખેડૂતોતો નુકશાન ભોગવી જ રહ્યા છે, સામાન્ય લોકો મોંઘવારીના મારથી બેહાલ છે.

૬ હજાર પંચાયતોનાં નવા હવામાન કેન્દ્ર

મહારાષ્ટ્રમાં કૃષિ વિભાગે ૬ હજાર ગ્રામ પંચાયતોમાં ઓટો હવામાન કેન્દ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે. અધિકારીઓને વર્ષમાં લક્ષ્ય પૂરો કરવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યમાં મંડળ સ્તર પર ૨,૧૧૯ હવામાન કેન્દર ખોલવામાં આવ્યા છે. તેમાં મળેલી સૂચનાઓને ફાયદો ખેડૂતો ઉઠાવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં ૫ હજારથી વધુ આબાદી ધરાવતી ગ્રામ પંચાયતોમાં હવામાન કેન્દ્ર ખોલવામાં આવશે.

(3:26 pm IST)