Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

એપએ ચૂંટણીને બનાવી વધુ સરળ, ચૂંટણી પંચે લોન્ચ કરી અનેક એપ

ડિઝિટલ ચુંટણી : કોરોના કાળમાં મતદાતાઓને પણ મળી રહી છે સુવિધાઓ

નવી દિલ્હી : આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી આયોગ સખ્ત નજર આવી રહી છે અધિકારીઓએ કડક નિર્દેશ આપ્યો છે કે, ચૂંટણી દરમ્યાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું છે. કોરોના સંક્રમણને જોતા જ્યાં પહેલા જ ચૂંટણી પંચે ઓનલાઈન નામાંકનની વ્યવસ્થા કરી છે ત્યાં જ આ વખતે ડિઝિટલ પ્રચાર ઘણો વધી ગયો છે. આ દરમ્યાન ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પંચ તરફથી અનેક સુવિધાજનક એક લોન્ચ કરવામાં આવી છે જે મતદાર અને કર્મચારીઓ માટે ઘણી ઉપયોગી અને સુવિધાજનક છે. પંચ તરફથી લોંચ કરવામાં આવેલ એપ બાદ હવે મતદાતાઓને વોટર ચીઠ્ઠી માટે બીએલઓના ધક્કા નહીં લગાવવા પડે એપથી મતદાતાની ચીઠ્ઠી નીકળશે. સાથે જ આ એપ દ્વારા પ્રદેશ ભરના પ્રત્યાશિઓની જાણકારી સરળતાથી મળશે. સ્વીપ કાર્યક્રમની બ્રાંડ એમ્બેસેડર સ્કાઈન લીવર તુલિયા રાણી અનુસાર, મતદાતા જાગૃકતા અભિયાનની સાથે નિર્વાચન આયોગ દ્વારા મતદાતાઓની સુવિધીઓ માટે આ એપની જાણકારી આપવામાં આવી રહી છે. ત્યાં જ આ મોબાઈલ એપના માધ્યમથી મતદાતા ખૂબ સક્રિયતાની સાથે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાઈ શકે છે. ત્યાં જ તેના માધ્યમથી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને પારદર્શી હશે.

એપ દ્વારા ઘરે બેઠા મતદાતા કાઢી શકશે ચીઠ્ઠી

નિર્વાચન આયોગે મતદાતાઓની સુવિધા માટે વોટર હેલ્પલાઈન એપ લોન્ચ કરી છે. તેની મદદથી ઘરે બેઠા વોટર ચીઠ્ઠી કાઢી શકે છે. અત્યાર સુધી આ એપ ૧ કરોડથી વધુ ડાઉનલોડ થઈ ચૂકી છે.

દિવ્યાંગો માટે સુવિધાજનક એપ

દિવ્યાંગો અને મુકબધિર મતદાતાઓને મતદાનમાં સામેલ કરવા માટે એપને ખાસ લોન્ચ કરવામાં આવી છે. તેની સહાયતાથી દિવ્યાંગ મતદાતા યાદીમાં પોતાની વોટર ચિઠ્ઠી, વોટિંગ બૂથ અને અન્ય સુવિધાઓની જાણકારી પ્રાપ્ત કરી શકશે.     

ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી આપશે ગરુડા

આ એપ પર મતદાતાઓની પોલિંગ બૂથનું સાચું અંતર બતાવવાથી લઈને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓની વિગતો ઉપલબ્ધ છે. મતદાતા પોતાના પોલિંગ બુથની તમામ જાણકારી આ એપના માધ્યમથી લઈ શકે છે. અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ ડાઉનલોડ થઈ ચૂકી છે.

ઉમેદવારોની મદદ કરશે સુવિધા એપ

સુવિધા એપ ઉમેદવારોને ઘરે બેઠા નામાંકન, નામાંકનની સ્થિતિ, પ્રચાર અથવા અન્ય આવશ્યક મંજૂરીની સુવિધા આપી રહી છે. અત્યાર સુધીમાં આ એપને એક લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે.

એપ પર કરો ફરિયાદ

એપ લોન્ચ થયા બાદ હવે સામાન્ય જનતા પણ આચાર સંહિતાનું ઉલંઘન પર સિધા ચૂંટણી પંચને ફરીયાદ કરી શકે છે તેના માટે તમારે ક્યાંય બીજે જવાની જરૂરત પણ નથી. તમે સરળતાથી  એપની મદદથી ફરિયાદ કરી શકો છો. એપની મદદથી ફરિયાદના ફોટો અને વીડિયો સીધા આયોગમાં મોકલી શકો છો. આ એપના માધ્યમથી તમારા ઉમેદવારની માહિતી પણ મેળવી શકો છો.

(3:26 pm IST)