Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ઝીરો કોવિડ પોલીસી...બીજીંગમાં વિન્ટર ઓલમ્પિકસ પહેલા ૨૦ લાખ લોકોના કોરોના ટેસ્ટ

પ્રમુખ જીનપીંગ ૪થી ફેબ્રુઆરીએ રમોત્સવ ખુલ્લો મુકશેઃ વ્લાદીમીર પુટિન અને ઈમરાન ખાન મુખ્ય મહેમાન તરીકે હાજર રહે તેવી શકયતાઃ ઓલમ્પિક પાર્કમાં દર્શકોને નો એન્ટ્રી

બીજીંગ, તા. ૨૪ :. ચીનની રાજધાની બીજીંગમાં ૪થી ફેબ્રુઆરીએ પ્રેસીડેન્ટ જીનપીંગ દર્શકો વિહોણો વિન્ટર ઓલમ્પિકસ ખુલ્લો મુકવા જઈ રહ્યા છે. આજે ઓલમ્પિક પાર્કની ચારેકોર લાગેલી બેરીકેડની પાછળ સુરક્ષા દળો ઉભેલા નજરે પડી રહ્યા છે. ઝીરો કોવિડ પોલીસી લાગુ કરવામાં આવી છે. રમોત્સવ પહેલા ૨૦ લાખ લોકોનું ટેસ્ટીંગ પુરો કરવાનો લક્ષ્યાંક તંત્રએ રાખ્યો છે. દેશમાં કોરોનાને લઈને હજુ પણ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે કડક નિયમો લાગુ છે. સમૂહ ટેસ્ટીંગ, કોરેન્ટીન અને કલોઝ કોન્ટેકટસ થકી કોરોના કેસ ઝીરો કરવા માટે તંત્ર સાબદુ છે. બીજીંગનો ફેંગટાઈ જિલ્લામાં કોરોેના કેસીઝ નોંધાઈ રહ્યા છે. જ્યાં રવિવારે માત્ર ૯ કેસ સામે આવ્યા હતા ! કોરોના ગાઈડલાઈનના સજ્જડ પાલનથી ચીનમાં બીજી લહેરથી ગયા વર્ષે મોટી હતાહત થઈ ન હતી. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે સારા પરિણામો મળી રહ્યાનું અનુમાન છે. ૪થી ફેબ્રુઆરીએ પ્રેસિડેન્ટ જીનપીંગ દ્વારા રમોત્સવ ખુલ્લો મુકાશે. જેમાં રશીયાના પ્રમુખ વ્લાદીમીર પુટિન અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મુખ્ય મહેમાન તરીકે હાજર રહે તેવી શકયતા છે. અમે કોરોનાને સ્પ્રેડ થતો અટકાવવા તમામ ઝડપી પગલાઓ લાગુ કર્યા છે તેમ બીજીંગ સરકારના મી. ઝૂએ જણાવ્યુ હતુ. જાન્યુઆરી ૧૫થી અત્યાર સુધીમાં કોરોનાના ૪૩ કેસ નોંધાયા છે. જેમાંથી ૬ ઓમિક્રોન વેરીયન્ટના હતા. જ્યારે બાકીના ડેલ્ટા વેરીયન્ટના હતા.

(3:27 pm IST)