Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવતા પંદર દિવસમાં ટોચ પર પહોંચશે: IITના સ્ટડીમા મોટો દાવો

આઈઆઈટી મદ્રાસના વૈજ્ઞાનિકોનો દાવો છે કે ભારતમાં 6 ફેબ્રુઆરી સુધી કોરોનાની ત્રીજી લહેરનું પીક આવશે અને તે પછી કેસમાં ઘટાડો આવવાનું શરુ થઈ જશે

નવી દિલ્હી: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), મદ્રાસ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસના ચેપના ફેલાવાનો દર દર્શાવતી 'આર-વેલ્યુ' 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે ઘટીને 1.57 થઈ ગઈ છે. IIT વૈજ્ઞાનિકોના સ્ટડીમાં એવું પણ કહેવાયું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવતા પંદર દિવસમાં ટોચ પર પહોંચશે.
6 ફેબ્રુઆરી સુધી આવશે ત્રીજી લહેરનું પીક
આઈઆઈટી મદ્રાસના વૈજ્ઞાનિકોનો દાવો છે કે ભારતમાં 6 ફેબ્રુઆરી સુધી કોરોનાની ત્રીજી લહેરનું પીક આવશે અને તે પછી કેસમાં ઘટાડો આવવાનું શરુ થઈ જશે.
મોટા શહેરોમાં મહામારી પૂરી થવાની તૈયારીમાં
આઈઆઈટી મદ્રાસના ગણિત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.જયંત ઝાએ જણાવ્યું હતું કે મુંબઈ અને કોલકાતાની આર-વેલ્યુ દર્શાવે છે કે મહામારી ત્યાં જ પૂરી થઈ છે  જ્યારે દિલ્હી અને ચેન્નાઈમાં તે પુરા થવાની નજીકમાં છે. આર-વેલ્યુ' સમજાવે છે કે વ્યક્તિ કેટલા લોકોને ચેપ લગાવી શકે છે. જો આ દર એકથી નીચે જાય તો એવું માનવામાં આવે છે કે વૈશ્વિક રોગચાળો પૂરો થઈ ગયો છે. આઇઆઇટી મદ્રાસના વિશ્લેષણ અનુસાર, આર-વેલ્યુ 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે નોંધવામાં આવી છે, જે 7 થી 13 જાન્યુઆરી વચ્ચે 2.2, 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે 1 થી 6 થી 2.9 વચ્ચે ચાર છે.
કયા શહેરની આર વેલ્યુ કેટલી
ગણિત વિભાગ, આઈઆઈટી મદ્રાસ અને પ્રો.નિલેશ એસ.ઉપાધ્યાય અને પ્રો.એસ.સુંદરની અધ્યક્ષતામાં કમ્પ્યુટેશનલ મેથેમેટિક્સ એન્ડ ડેટા સાયન્સના સેન્ટર ઓફ એક્સેલન્સે કમ્પ્યુટેશનલ મોડેલિંગ દ્વારા પ્રાથમિક વિશ્લેષણ હાથ ધર્યું હતું. ડેટા અનુસાર મુંબઈની આર-વેલ્યુ 0.67, દિલ્હીની આર-વેલ્યુ 0.98, ચેન્નાઈની આર-વેલ્યુ 1.2 અને કોલકાતાની આર-વેલ્યુ 0.56 છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની હેઠળની સંસ્થા INSACOGએ તેના એક લેટેસ્ટ બુલેટિનમાં એવું જણાવ્યું છે કે ભારતમાં હવે ઓમિક્રોનનો કમ્યુનિટી સ્પ્રેડ (સ્થાનિક સંક્રમણ) શરુ થયો છે. સંસ્થાએ કહ્યું કે દેશના ઘણા મહાનગરોમાં ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને નવા કેસમાં ઝડપી વધારો આવી રહ્યો છે.
IIT વૈજ્ઞાનિકોના સ્ટડીની મહત્વની બાબતો
- 6 ફેબ્રુઆરીની આસપાસ ત્રીજી લહેરનું પીક આવશે
- R-value રેટ એકથી નીચે ગયો
- અર્થાત વૈશ્વિક મહામારી સમાપ્ત થવાને આરે
- 1થી 6 જાન્યુઆરીની વચ્ચે ચાર R-value
- 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની વચ્ચે 2.9 R-value હતી
- મુંબઈ, દિલ્હી સહિતના મહાનગરોમાં ઘટવા લાગી R-value

(5:39 pm IST)