Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

બીટિંગ ધ રીટ્રીટનું રિહર્સલ શરૂ : ડ્રોનનો ઉપયોગ : પ્રથમવખત લેસર શો આયોજન

બીટિંગ ધ રીટ્રીટ માટે 1000 ડ્રોન્સ રિહર્સલ કરે છે,બીટીંગ રીટ્રીટ સેરેમની માટે રિહર્સલ કરતી વખતે ડ્રોનનો ઉપયોગ નેશનલ વોર મેમોરિયલની રૂપરેખા માટે કરાયો

નવી દિલ્હી : 1000 મેડ ઈન ઈન્ડિયા ડ્રોન 29 જાન્યુઆરીએ દિલ્હીના વિજય ચોક ખાતે યોજાનાર બીટીંગ રીટ્રીટ સેરેમની માટે રિહર્સલ કરી રહ્યા છે. તે આ કાર્યક્રમમાં પહેલીવાર પરફોર્મ કરશે. બીટીંગ રીટ્રીટ સેરેમની માટે રિહર્સલ કરતી વખતે નેશનલ વોર મેમોરિયલની રૂપરેખા ડ્રોન દ્વારા કરવામાં આવી હતી. બીટીંગ રીટ્રીટ સેરેમનીમાં પ્રથમ વખત લેસર શોનું પણ આયોજન કરવામાં આવશે. 29 જાન્યુઆરીએ વિજય ચોક ખાતે યોજાનાર કાર્યક્રમ માટે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે આવતા અઠવાડિયે ‘બીટિંગ રિટ્રીટ’ સેરેમનીમાં લગભગ 1000 ડ્રોન 10 મિનિટ સુધી આકાશને રોશની કરશે. તેમણે કહ્યું કે ભારત આ પ્રકારનો ‘શો’ યોજનાર ચોથો દેશ હશે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રીએ કહ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ટેક્નોલોજી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા સમર્થિત અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, દિલ્હીમાં બનેલ સ્ટાર્ટ-અપ આ ડ્રોન શોનું આયોજન કરી રહ્યું છે.

મંત્રીએ કહ્યું કે ભારત ચીન, રશિયા અને યુકે પછી 1,000 ડ્રોન સાથે આટલા મોટા પાયે શોનું આયોજન કરનાર ચોથો દેશ હશે. સિંહે કહ્યું કે બોટલેબ ડાયનેમિક્સ પ્રાઈવેટ લિમિટેડે સંરક્ષણ મંત્રાલયના સહયોગથી સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે એક અનોખા ‘ડ્રોન શો’ની કલ્પના કરી.

(8:55 pm IST)