Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

યુક્રેનમાં રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ : હવે નાટોએ પણ મોકલ્યા યુદ્ધજહાજ અને ફાઈટર પ્લેન

નાટોએ ચેતવણી આપી છે કે જો રશિયા યુક્રેનની સરહદે લશ્કરી તણાવ વધારવાનું ચાલુ રાખશે તો તેનો ઘેરો વધુ મજબૂત કરવામાં આવશે

નવી દિલ્હી : યુક્રેનને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને રશિયા આમને-સામને છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે જો રશિયાએ હુમલો કર્યો તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે. બીજી તરફ રશિયાએ પણ સ્પષ્ટ કર્યું છે કે જો યુક્રેનમાંથી નાટોના હથિયારો હટાવવામાં નહીં આવે તો કંઈ પણ થઈ શકે છે.

  યુક્રેનની સરહદ પર રશિયન સૈનિકોના એકત્રીકરણ અને બ્લેક સીમાં રશિયન નૌકાદળની વધતી શક્તિએ આખી દુનિયાને ભયભીત કરી દીધી છે. એટલા માટે યુએસની આગેવાની હેઠળના લશ્કરી સંગઠન નાટોએ યુક્રેનની સુરક્ષા માટે પૂર્વ યુરોપમાં F-35, F-16 લડાકુ વિમાનો, સૈનિકો અને યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. આ તૈનાતી રશિયા નજીક સ્થિત વિવિધ દેશોમાં કરવામાં આવી છે.

  નાટોએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેણે સહયોગી દળોને એલર્ટ પર રાખ્યા છે. પૂર્વ યુરોપમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સૈનિકો અને યુદ્ધ જહાજો મોકલવામાં આવી રહ્યા છે. નાટોએ ચેતવણી આપી છે કે જો રશિયા યુક્રેનની સરહદે લશ્કરી તણાવ વધારવાનું ચાલુ રાખશે તો તેનો ઘેરો વધુ મજબૂત કરવામાં આવશે. નાટોએ કહ્યું છે કે છેલ્લા ઘણા દિવસોમાં તેના સભ્ય દેશોએ પૂર્વ યુરોપમાં સૈન્ય તૈનાતીને લઈને તેમની સ્થિતિ સ્પષ્ટ કરી છે

(9:18 pm IST)