Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પંજાબમાં ભાજપ 65 બેઠકો પર લડશે ચૂંટણી

કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને 37 બેઠક અને સુખદેવ ઢીંઢસાની પાર્ટીને 15 બેઠકો ફાળવાઈ

નવી દિલ્હી :  પંજાબમાં ભાજપ, અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ અને ઢીંઢસાની પાર્ટી સંયુક્ત અકાલી દળની વચ્ચે બેઠક વહેંચણી નક્કી થઈ ગઈ છે. પંજાબની કુલ 117 બેઠકમાં કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને 37 બેઠક અને સુખદેવ ઢીંઢસાની પાર્ટીને 15 બેઠકો ફાળવવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે આ એલાન કર્યું હતું

આ દરમિયાન અમરિન્દર સિંહ અને ઢીંઢસા પણ હાજર રહ્યા. આ ગઠબંધન 117માંથી 71 બેઠક પર ઉમેદવારો જાહેર કરી ચુક્યું છે. પંજાબમાં મંગળવારથી ઉમેદવારી ફોર્મ ભરાવવાના શરૂ થઈ રહ્યા છે. જેપી નડ્ડાએ કહ્યું કે પંજાબ સરહદી રાજ્ય હોવાથી સુરક્ષાની દ્રષ્ટીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સારો તાલમેલ જરૂરી છે. અમે સત્તા પર આવીશું તો ડ્રગ્સ, માઈનિંગ અને જમીન માફિયાઓનો ખાત્મો કરીશું.

પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે નવજોત સિંહ સિદ્ધૂને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું સિદ્ધૂને મંત્રી બનાવવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભલામણ કરી હતી. તેની અને સિદ્ધૂની કોમન ફ્રેન્ડ મારફત ઈમરાન ખાને સંદેશ મોકલાવ્યો હતો

(9:38 pm IST)