Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

મહારાષ્ટ્ર અને મુંબઈમાં આશ્ચર્યજનક રીતે કોરોના કાબૂમાં આવવા લાગ્યો: કેસોમાં જબરો ઘટાડો: છેલ્લા ૨૪ કલાકમાં જુદા જુદા રાજ્યોમાં કોરોના કેસોના આંકડા

આંધ્રપ્રદેશમાં કોરોનાના નવા ૧૪,૫૦૨ કેસ નોંધાયા, ૪,૮૦૦ સાજા થયા અને સાત મૃત્યુ થયા છે. 

જ્યારે કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૪૨૬ નવા કેસ નોંધાયા, ૪૧,૭૦૩ સાજા થયા અને ૩૨ નવા મૃત્યુ થયા.

મુંબઈમાં કોરોનાના કેસોમાં આશ્ચર્યજનક રીતે જબરજસ્ત ઘટાડો નોંધાયો. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૧,૮૫૭ નવા કેસ નોંધાણા, ૫૦૩ સાજા થયા અને ૧૧ મૃત્યુ થયા છે.

જ્યારે સમગ્ર  મહારાષ્ટ્રમાં પણ કોરોના કેસમાં જબરો ઘટાડો થયો છે. ૨૪ કલાકમાં ૨૮,૨૮૬ નવા કોરોના કેસ નોંધાયા, જે આંકડો આગલા દિવસ કરતાં ૧૨,૫૧૯ કેસ ઓછા છે અને ૩૬ નવા મૃત્યુ થયા છે. ૮૬ નવા ઓમીક્રોન દર્દીઓ ડિટેક્ટ થયા છે. 

કેરળમાં ૨૬,૫૧૪ નવા કોરોના કેસ સામે ૩૦,૭૧૦ સાજા થયા અને ૧૩ મૃત્યુ નોંધાયા છે.

(10:38 pm IST)