Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

યુનાઇટેડ એરલાઇન્સની ઔફ્લાઇટમાં બે પ્રવાસી બાખડતા ફ્લાઈટને અધવચ્ચેથી પાછા ફરવું પડયું

પ્રવાસીઓ ઇકોનોમી ક્લાસની ટિકિટ લઈ બિઝનેસ ક્લાસમાં બેસી ગયા

ન્યૂજર્સીથી ઇઝરાયેલના તેલ અવિવ તરફ રવાના થયેલી યુનાઇટેડ એરલાઇન્સની ઔફ્લાઇટમાં બે પ્રવાસી બાખડી પડતાં 90 મિનિટની ઉડાન પછી ફ્લાઇટને ન્યૂજર્સી ખાતે ફરી ઉતરાણ કરવું પડયું હતું.

20 જાન્યુઆરીના રોજ આ ઘટના બની હતી. ઇઝરાયેલ તરફ રવાના થયેલી ફ્લાઇટ અડધોઅડધ ખાલી હતી. ફ્લાઇટ હજી કેનેડાની સરહદે પહોંચે તે પહેલાં જ ઇઝરાયેલના બે અજાણ્યા પ્રવાસીઓએ ઇકોનોમી ક્લાસની ટિકિટ જાતે જ બિઝનેસ ક્લાસમાં અપગ્રેડ કરીને સફર શરૂ કરી દીધી હતી.

કર્મચારીએ તેમને ટિકિટ બતાવવા આગ્રહ કરતા બંનેએ ટિકિટ બતાવવાનો ઇનકાર કરીને કર્મચારી સાથે ઝઘડવાનું શરૂ કરી દીધું હતું. સહપ્રવાસી રીઓ લોટાને જણાવ્યું હતું કે બંને પ્રવાસીએ વિમાન કર્મચારીની સૂચનાનો અમલ કરવાનો ઇનકાર કરતા ઝઘડો શરૂ થયો હતો. ફ્લાઇટ અડધી ખાલી હતી. તેવામાં બંનેને કદાચ એવું લાગ્યું હતું કે ઇકોનોમી ક્લાસને સ્થાને બિઝનેસ ક્લાસમાં સફર કેમ ના કરી શકાય?

એક સપ્તાહના સમયમાં પ્રવાસીની ગેરવર્તણૂકને કારણે આ બીજી અમેરિકી ઔફ્લાઇટને અધવચ્ચેથી પાછા ફરવું પડયું હતું. ફ્લાઇટે નેવાર્ક ખાતે ઉતરાણ કરતા અધિકારીઓ આ બંને ઝઘડાળુ પ્રવાસીઓની પ્રતીક્ષા કરતા જ ઊભા હતા. આખરે ફ્લાઇટ રદ થઇ હતી. અસરગ્રસ્ત બાકી પ્રવાસીઓને ભોજન વાઉચર અને હોટેલમાં રહેવાની વ્યવસ્થા આપવામાં આવી હતી. અમેરિકી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પ્રવાસીના ગેરવર્તનને કારણે અધવચ્ચેથી પાછી ફરતાં બાકીના પ્રવાસીઓને શોષવું પડયું હતું.

(11:49 pm IST)