Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

આત્મનિર્ભર ભારત, બોયકોટ ચાઈના અને સરહદ વિવાદ પણ ભુલાયો! : ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર બન્યું ચીન

સરહદ વિવાદ છતાંય ચીનની ભારતમાં વાપસી : ભારત અને ચીન વચ્ચે 77.7 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર

નવી દિલ્હી : ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે થયેલા ઘર્ષણમાં આપણા 20 જવાન શહીદ થયા. ત્યારે દેશમાં ચીન વિરોધી વલણ શરૂ થયુ હતુ. દરેક જગ્યાએ ચીન અને ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની વાતો થઇ હતી. પછી ‘આત્મનિર્ભર ભારત’ની મુહિમ પણ શરૂ થઇ. પરંતુ ચીન વિરોધનું પરિણામ કંઇ ક બીજું નિકળ્યું. આજે ચીન ફરીથી ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર બની ગયો છે

   કોમર્સ મંત્રાલય, ભારત સરકારના પ્રોવિઝનલ આંકડા જણાવે છે કે ચીન એકવાર ફરી ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર બની ગયો છે. આંકડા પર વિશ્વાસ કરીએ તો ગત વર્ષે એટલે 2020માં ભારત અને ચીન વચ્ચે 77.7 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો છે. જોકે આ છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો છે, પરંતુ બાદશાહત ચીને જ બનાવી છે. ગત વર્ષે અમેરિકા આ મામલે ટોપ પર હતો. ભારત અને અમેરિકા વચ્ચે 2019માં 90.1 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. 2017, 18, 19 અને 20 સુધીની વાત કરીએ તો આ ચાર વર્ષોમાં ત્રણ વખત ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર ચીન રહ્યો છે

  અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર અને સરકારના મંત્રી તથા નેતા અવાર-નવાર આત્મનિર્ભરનો રાગ આલાપતા હોય છે, જ્યારે દર તહેવારે ચીની વસ્તુઓની હોળી દહન કરવામાં આવે છે, બહિષ્કાર કરવામાં આવે છે. જે દુકાનમાં ચીની વસ્તુઓ મળે છે, ત્યાં તોડફોડ અને મારામારી કરવામાં આવી છે. તેમ છતાંય મોટા પ્રમાણમાં ખરીદી થાય છે.

ભારતમાં ટોપ ટ્રેડ પાર્ટનર 2017થી 2020 સુધી

વર્ષ ચીન અમેરિકા       UAE  
       
2017 84.7 બિલિયન ડોલર 70.8 બિલિયન ડોલર 53.1 બિલિયન ડોલર
       
2018 90.4 બિલિયન ડોલર  85.6 બિલિયન ડોલર 55.6 બિલિયન ડોલર
       
2019 85.5 બિલિયન ડોલર 90.1 બિલિયન ડોલર 60.3 બિલિયન ડોલર
       
2020 77.7 બિલિયન ડોલર 76.0 બિલિયન ડોલર 42.0 બિલિયન ડોલર

સ્ત્રોત: મિનિસ્ટ્રી ઓફ કોમર્સ, ઇન્ડિયા (નોટ: 2020ના આંકડા પ્રોવિઝનલ છે)

(12:00 am IST)