Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

મોદી સરકારે કેદ કરીને રાખ્યા છે , રાજનાથસિંહ વાત કરે તો એક કલાકમાં સમાધાન થઇ જાય : નરેશ ટિકૈત

સરકાર તરફથી હજુ સુધી વાતચીતના નામે મજાક ચાલી રહી છે

નવી દિલ્હી : ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે, જો કેન્દ્ર સરકાર રક્ષા મંત્રી રાજનાથ સિંહને ખેડૂતો સાથે વાત કરવા માટે આગળ કરશે તો એક કલાકમાં સમાધાન થઇ જશે.કારણ કે ખેડૂતો રાજનાથ સિંહ પર ભરોસો કરે છે. રાજનાથસિંહ રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. ખેડૂતો તેમનું સન્માન કરે છે. પરંતુ રાજનાથસિંહને કેન્દ્ર સરકાર તરફથી મોકો નથી આપવામાં આવી રહ્યો. તેમને કેદ કરીને રાખવામાં આવ્યા છે. જેમને જેટલું કહેવામાં આવી રહ્યું છે તેઓ માત્ર એટલું જ બોલી શકે છે.

રાકેશ ટિકૈતના ભાઈએ કહ્યું કે, જો રાજનાથસિંહને આઝાદી આપવામાં આવશે તો આ સમસ્યાનો તાત્કાલિક ચુકાદો થઇ જશે. એક દિવસ શું એક કલાકમાં જ નિર્ણય આવી જશે. સંજીવ બાલિયાનના મુદ્દા પર તેમણે કહ્યું કે, તેઓ સરકારમાં છે આ કારણે વિરોધ નથી કરી શકતા. તેઓ ન મારો વિરોધ કરી રહ્યા છે ન હું તેમનો વિરોધ કરી રહ્યો છું. તે પણ મુશ્કેલીમાં છે, તેમને પણ વિરોધ સહન કરવો પડે છે. સાથે જ તેમણે કહ્યું કે, અમે લોકોએ ભાજપને મત આપ્યો હતો. કેટલાક ભાજપના લોકો અમારી સાથે છે. પરંતુ મંત્રિમંડળમાં બેઠેલા લોકો અમારી સાથે નથી.

સાથે જ તેમણે કહ્યું કે, સરકાર તરફથી હજુ સુધી વાતચીતના નામે મજાક ચાલી રહી છે. સવાલ જવાબમાં નરેશ ટિકૈતે કહ્યું કે, જો પ્રધાનમંત્રી કાયદો પરત લેવા માટે તૈયાર નથી તો ખેડૂતો પણ પાછળ હટવા માટે તૈયાર નથી.

નરેશ ટિકૈતે બીબીનગરમાં આયોજિત એક કિસાન પંચાયતમાં પણ કેન્દ્ર સરકાર પર ભારે હુમલો કર્યો હતો. ટિકૈતે કહ્યું હતું કે, તેમણે વિસાકમાં સંપૂર્ણ સહયોગ આપ્યો. પરંતુ હવે સરકાર એજ લોકોની વાત નથી સાંભળી રહી. તેમણે ભાર આપતા કહ્યું હતું કે, ભાજપની નીતિ ખતરનાક છે. સરકાર તાનાશાહીનું વલણ અપનાવી રહી છે.

અત્રે ઉલ્લેખીય છે કે, છેલ્લા 80થી વધુ દિવસોથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર બેઠા છે. કેટલાક તબક્કાની વાતચીત બાદ પણ સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન નથી થઇ શક્યું.

(12:00 am IST)