Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના એરક્રાફ્ટને ઇન્ડિયન એરસ્પેસનો ઉપયોગ કરવા સરકારની મંજૂરી

વર્ષ 2018માં જ્યારે ભારતે પીએમ મોદીને પાકિસ્તાને એરસ્પેસનો ઉપોયગ કરવાની ના પાડી હતી

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે, આ દરમિયાન તેઓ ભારતીય એરસ્પેસનો ઉપયોગ કરીને જ પાકિસ્તાનથી શ્રીલંકા પહોંચશે

એક તરફ જ્યાં ભારતે ઇમરાન ખાનને ભારતીય એરસ્પેસનો ઉપયોગની મંજૂરી આપી દીધી છે ત્યારે, વર્ષ 2018માં જ્યારે ભારતે પ્રધાનમંત્રી મોદીએ એરક્રાફ્ટ માટે મંજૂરી માંગી હતી, ત્યારે પાકિસ્તાને ના પાડી દીધી હતી.

વર્ષ 2018માં પ્રધાનમંત્રી મોદીએ અમેરિકા અને સાઉદી અરબના પ્રવાસ માટે પાકિસ્તાને પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવા માટે ના પાડી હતી. જોકે, હે ભારતે મોટું દિલ રાખતા આનાથી સાવ અલગ નિર્ણય લીધો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાન સતત જમ્મુ કાશ્મીર અને અન્ય મુદ્દાઓને લઇને ભારત વિરૂદ્દ નિવેદનબાજી કરતા આવ્યા છે. પછી તેઓ પોતાના દેશમાં કોઇ પણ પ્રકારની સભા હોય કે પછી કોઇ આંતરરાષ્ટ્રીય મંચ હોય. હાલમાં જ ઈમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો પણ પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ભારત પર કાશ્મીરમાં અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે, પાકિસ્તાનના મુદ્દા પર ભારત તરફથી દર વખતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પાકિસ્તાન પહેલા આંતકવાદ વિરૂદ્ધ સખત એક્શન લેવો પડશે પછી જ કોઇ વાત થશે

   
(12:00 am IST)