Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

હિન્દુ મહિલા પિતાના કુટુંબને પોતાની મિલ્કત આપી શકે છે

સુપ્રીમ કોર્ટનો અભૂતપૂર્વ ચુકાદો : સર્વોચ્ચ અદાલતે હિન્દુ વારસાધારાની કલમ ૧૫.૧.ડી.ની વ્યાખ્યા કરી આપી : પતિની મળેલ સંપતિ પત્નિ પોતાને સંતાનો ન હોય પોતાના ભાઇના પુત્રોને નામે કરી આપેલ તેને સુપ્રીમે માન્ય રાખી

નવી દિલ્હી,તા. ૨૪: સુપ્રિમ કોર્ટ એક ખૂબ જ અગત્ય ચુકાદો આપતા એવી વ્યવસ્થા આપી છે કે હિન્દુ સ્ત્રી પિતા તરફથી આવેલ લોકોને પોતાની સંપતિમાં વારસદાર -ઉતરાધિકારી નીમી શકે છે. આવા કુટુંબીજનને પરિવારની બહારના વ્યકિત માનવામાં ન આવી શકે.

હિન્દુ વારસાધારની કલમ ૧૫.૧. ડીના દાયરામાં આ વાત આવે છે અને સંપતિના વારસદાર બનશે.

આ મહત્વના ચુકાદામાં દેશની વરિષ્ઠ અદાલતે કહ્યુ છે કે, મહિલાના પિતાના પરિવાર તરફથી આવેલ કુટુંબીજન હિન્દુ વારસાધારા ૧૯૫૬ની કલમ ૧૫.૧.ડી મુજબ વારસદારના દાયરામાં આવશે.

જસ્ટીસ અશોક ભૂષણની સુપ્રિમની બેન્ચે કહ્યું કે, કલમ ૧૩.૧ ડી.ને વાંચવાથી સ્પષ્ટ રીતે જાહેર છે કે પિતાના વારસદારોને વારસદાર માનવામાં આવ્યા છે, જેઓ સંપતિ મેળવી શકે છે. પરંતુ જ્યારે મહિલના પિતાના પરિવાર તરફથી આવેલ વારસદારને આ માટે સામેલ કરવામાં આવે છે. જે સંપતિ મેળવી શકે છે, તો એવા સમયે એવુ નહીં કહી શકાય કે આ લોકો પરિવાર માટે અજાણ્યા લોકો છે અને મહિલાના પરિવારના સભ્ય નથી.

સુપ્રીમ કોર્ટ સમક્ષ એક એવો કેસ આવેલ જેમાં એક મહિલા જગ્નોને તેના પતિની સંપતિ મળી હતી. પતિનું ૧૯૫૩માં મૃત્યુ થયું હતું. તેને કોઇ સંતાન ન હતા એ માટે કૃષિ સંપતિનો અડધો ભાગ પત્નિને મળ્યો હતોફ

ઉતરાધિકાર કાનૂન, ૧૯૫૬ અમલમાં આવ્યા પછી તેની કલમ ૧૪ મુજબ પત્નિ આ સંપતિની એક માત્ર વારસદાર બની ગઇ.

આ પછી આ મહિલા 'જગ્નો' એ આ મિલ્કતો માટે એક એગ્રીમેન્ટ કર્યો અને આ સંપિ પોતાના ભાઇના પુત્રોના નામે કરી આપેલ. આ પછી તેના ભાઇના પુત્રોએ ૧૯૯૧માં સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલ કે તેને મળેલ સંપતિની માલિકે તેના (પુત્રોના) નામે જાહેર કરી દેવામાં આવે. 'જગ્નો'એ આ સામે વાંધો લીધો ન હતો અને પોતાની સહમતિ આપી દીધેલ.

નીચેની કોર્ટે સંપત્તિની માલીક મંજૂરી () સાથે જગ્નોના ભાઇના નામે કરી આપેલ. પરંતુ સંપતિના હસ્તાંતરણનો મૃત્યુ પામેલ પતિના ભાઇઓએ વિરોધ કરેલ અને તેમણે મંજુર કરાયેલ ડિક્રીને પડકારેલ. તેમણે એવો વાંધો લીધેલ કે હિન્દુ વિધવા પોતાના પિતાના પરિવાર સાથે સંયુકત હિન્દુ કુટુંબ બનાવી શકાતી નથી. આ માટે પોતાના પિતાના સંતાનોના નામ આ સંપતિ (પતિની સંપતિ) કરી શકે નહિ. કૌટુબિંક સેપ્લમેન્ટએ લોકો સાથે જ કરી શકાય છે. જેનો સંપતિમાં પ્રથમથી જ અધિકાર હોય. પરંતુ હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દેતા. કેસ સુપ્રિમ કોર્ટ સમક્ષ આવેલ હતો.

સુપ્રીમ કોર્ટે હિન્દુ વારસાધારા કાનૂનની કલમ ૧૫.૧.ડી ની વ્યાખ્યા કરી અને કહ્યું કે હિન્દુ મહિલાના પિતાના પરિવાર તરફથી આવેલ કુટુંબીજન કોઇ અજનબી નથી જ, તે પણ મહિલાના પરિવારનો જ હિસ્સો છે. કાનૂનમાં લખાયેલ પરિવાર શબ્દનો અર્થ વિસ્તૃત  સ્વરૂપે -વિશાળ દ્રષ્ટિથી (), જેમાં હિન્દુ સ્ત્રીના કુટુંબીજનો પણ સામેલ રહેશે. સુપ્રીમે સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે , આવી સંપતિ કે જેમાં પ્રથમથી જ અધિકાર આપવામાં આવ્યા છે. (સૃજિત છે) એના ઉપર કોઇ સંસ્તૃતિ ડિક્રી હોય છે તો અને રજીસ્ટ્રેશન એકટની કલમ ૧૭.૨ હેઠળ રજીસ્ટર કરવાની પણ જરૂર નથી.

(10:15 am IST)