Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ડોકટરના કપડા બદલવાના રૂમમાંથી રેકોર્ડિંગ મોડમાં રાખાયેલ મોબાઇલ ઝડપાયો : પુરૂષ નર્સના કારનામા

ચેન્જિંગ રૂમમાં કપડા બદલાવી રહેલ મહિલા સર્જનના ધ્યાનમાં મોબાઇલ આવતા ભાંડો ફૂટ્યોઃ જેલ ભેગો

બેંગ્લુરૂ : પોલીસે શુક્રવારે એક પૂરૂષ નર્સની એક બેંગ્લુરૂ હોસ્પિટલના ચેન્જિંગ રૂમમાં ડોકટરની છુપી રીતે ફિલ્માંકન કરવા બદલ ધરપકડ કરી હતી

૩૧ વર્ષીય મારૂતેષાની સંજય ગાંધી ઇન્સિટટયુટ ઓફ ટ્રોમા અને ઓર્થોપેડિકસના પ્રમુખ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ ધરપકડ કરાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે લગભગ ૯:૩૦ વાગ્યે, એક સ્ત્રી યુવતી સર્જનને ચેન્જિંગ રૂમમાં સંતાડાયેલો, રેકોર્ડિંગ મોડમાં સેટ કરાયેલો એક મોબાઇલ ફોન દેખાઇ આવ્યો હતો ડોકટરએ જણાવ્યું હતું કે તે મોબાઇલમાં તેણીનું ચેન્જિંગ રેકોર્ડ થઇ ગયું હતું આ સ્ત્રી યુવતી ડોકટરે અન્ય ડોકટરોને સતર્ક કરી દીધા હતા. જેઓ પછીથી જાણી શકયા હતા કે તે મોબાઇલ ફોન હોસ્પિટલમાં કોન્ટ્રેકટ પર કામ કરતા એક કર્મચારીનો હતો.

આ બાબત ત્યાચર બાદ હોસ્પિટલના અધ્યક્ષના ધ્યાનમાં લાવવામાં આવી હતી. જેમણે તિલક નગર પોલીસ મથક પાસે ફરીયાદ નોંધાવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ આરોપી છેલ્લા કેટલાક મહિનાઓથી ચેન્જિંગ રૂમમાં ડોકટરોની ફિલ્મ બનાવતો હતો.

સ્ત્રોતનું કહેવુ છે કે આરોપી રેકોર્ડ કરેલા વીડીયો શેર અને અપલોડ નહોતા કર્યા. આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો હતો અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.

(11:47 am IST)