Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

બાબા રામદેવની 'કોરોનિલ'ને ઝટકો ! મહારાષ્ટ્રમાં વેચાણ પર રોક

WHO-IMA પ્રમાણપત્ર વગર રાજ્યમાં વેચવાની પરવાનગી મળશે નહિ : ગૃહમંત્રી અનિલ દેશમુખ

મુંબઇ તા. ૨૪ : મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઇન્ડિયન મેડિકલ એસોસીએશન જેવા સંગઠન જ્યાં સુધી યોગ્ય હોવાનું પ્રમાણપત્ર આપશે નહિ ત્યાં સુધી કોરોનાથી બચાવ માટે પતંજલિ યોગપીઠે બનાવેલી કોરોના રસીને રાજ્યમાં વેચવા દેશું નહિ. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, રસીની વિશ્વસનીયતા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઇન્ડિયન મેડિકલ એસોસીએશન પાસેથી પ્રમાણીકરણ જરૂરી છે. મહારાષ્ટ્ર સરકારના આ પ્રતિબંધથી બાબા રામદેવને મોટો ઝટકો લાગ્યો છે.

કોરોના મહામારીથી બચવા માટે પતંજલિએ તેમની રસી કોરોનિલ લોન્ચ કરી હતી. બાબા રામદેવનો દાવો હતો કે કોરોનિલ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને માન્ય રસી છે. તેઓએ તેની સંપૂર્ણ રીતે સ્વદેશી ગણાવીને કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતમાં સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પતંજલિનું આ એક યોગદાન છે.

તેમણે ટ્વિટ કર્યું કે, ઉતાવળમાં દવા ઉપલબ્ધ કરાવવી અને કેન્દ્રીય પ્રધાનો દ્વારા વખાણ કરવા એ યોગ્ય નથી.

(11:49 am IST)