Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ ( NCLT ) ના કાર્યક્ષેત્રમાં આવતી દેશની તમામ કોર્ટમાં 1 માર્ચ 2021 થી ફિઝિકલ હિઅરીંગ શરૂ કરાશે : હૈદરાબાદ ખાતેની એક બેંચ સહીત ચંદીગઢ , ગુવાહાટી, જયપુર, કટક, તથા કોચી ખાતેની બેંચ વર્ચુઅલ સુનાવણી ચાલુ રાખશે

ન્યુદિલ્હી : નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ ( NCLT ) ના રજીસ્ટ્રાર, રામ બેરવાએ  કાર્યકારી પ્રમુખની મંજૂરીથી આપેલા આદેશ મુજબ  ( NCLT ) ના કાર્યક્ષેત્રમાં આવતી દેશની તમામ કોર્ટમાં 1 માર્ચ 2021 થી ફિઝિકલ હિઅરીંગ શરૂ કરાશે .તથા હૈદરાબાદ ખાતેની એક બેંચ સહીત ચંદીગઢ , ગુવાહાટી, જયપુર, કટક, તથા કોચી ખાતેની બેંચ વર્ચુઅલ સુનાવણી ચાલુ રાખશે .

તેમણે જણાવ્યું હતું કે ઉપરોક્ત ફિઝિકલ હિઅરીંગને કારણે કોઈને કંઈ પ્રશ્નો ઉભા થાય તો તેઓ વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરી શકે છે.

 લોકડાઉન પહેલાં બાકી રહેલા કેસ અને લોકડાઉન દરમ્યાન દાખલ કરાયેલી તમામ પિટિશનની ચાલુ દિવસોમાં સુનાવણી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 1 ડિસેમ્બર, 2020 થી વિડિઓ કોન્ફરન્સ દ્વારા નિયમિત સુનાવણી યોજવા માટે તમામ NCLT બેંચની  નવેમ્બર માસમાં ફરીથી રચના કરવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:05 pm IST)