Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પ્રોત્સાહન યોજનાથી રોજગારી વધી : બેરોજગારી દર જાન્યુઆરીમાં ઘટીને ૬.૫ ટકા થયો

કોરોના બાદ આત્મનિર્ભર ભારતની પીએલઆઇ યોજના શરૂ થયેલ

નવી દિલ્હી તા. ૨૪ : ભારતને મેન્યુફેકચરીંગ હબ બનાવવા માટે શરૂ કરાયેલ ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાની સકારાત્મક અસર દેખાવા લાગી છે. કંપનીઓ દ્વારા રોજગાર અપાય રહ્યો છે. ઇપીએફઓ દ્વારા જાહેર રોજગારના આંકડામાં પુષ્ટી થઇ છે.

સીએમઆઇઇના રીપોર્ટ મુજબ ડીસેમ્બર ૨૦૨૦માં દેશની બેરોજગારીનો દર ૯.૧ ટકા હતો. જ્યારે જાન્યુઆરીમાં ઘટીને ૬.૫ ટકા થયેલ. એટલે કે એક મહિનામાં રોજગારીના આંકડામાં વધારો થયેલ. ડીસેમ્બર ૨૦૨૦માં ૩૬.૯ ટકાની સામે વધીને ૩૭.૯ થયેલ.

કોરોના સંકટ બાદ માર્ચ-૨૦માં સરકારે સ્થાનીક મેન્યુફેકચરીંગને વધારો આપવા આયાત બીલોમાં ઘટાડો કરવા પ્રોત્સાહન યોજના બનાવેલ. જેનો ઉદ્દેશ્ય સ્થાનીક એકમો નિર્મિત ઉત્પાદનોમાં વધતી વેચાણને પ્રોત્સાહન આપવું અને રોજગારની તક વધારવી પીએલઆઇ સ્કીમમાં ૧૦ ક્ષેત્ર સામેલ છે.

સીએમઆઇઇની રીપોર્ટ મુજબ જાન્યુઆરીમાં રોજગારના અવસર વધારવાથી બેરોજગારીની સંખ્યાની એવરેજ ૩.૩ કરોડથી ઘટી ૨.૭૯ કરોડ થયેલ. જાન્યુઆરીમાં એવા લોકોની સંખ્યા ઓછી રહી જે રોજગાર કરવા માંગે છે પણ તેમને તક ન મળેલ. જે ગત ૨ વર્ષોમાં સૌથી ઓછા ૪ કરોડ રહેલ.

(2:31 pm IST)