Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પાસ પોર્ટ અરજદારો માટે સારા સમાચાર

દસ્તાવેજો સાથે નહીં લાવવા પડે, ડીજીલોકરમાં રાખેલા દસ્તાવેજો ચાલશે

ગાઝીયાબાદ, તા. ર૪ :  પાસપોર્ટ માટે અરજી કરનારાઓ માટે એક સારા સમાચાર છે. હવે અરજદારોએ બાયોમેટ્રીક તપાસ વખતે ઓરીજીનલ દસ્તાવેજો સાથે લઇ જવાની જરૂર નહીં પડે. પાસપોર્ટ ઓફિસમાં ડીજીટલ લોકર સુવિધા શરૂ કરવામાં આવી છે. અરજદાર ડીજી લોકર એકાઉન્ટમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને એપોઇન્ટમેન્ટ વખતે તેને બતાવી શકશે.

આના માટે અરજદાર પોતાના દસ્તાવેજ ડીજી લોકર દ્વારા પાસપોર્ટ ઇન્ડીયાની ઓફિશ્યલ વેબસાઇટ સાથે લીંક કરવા પડશે. ગાઝીયાબાદ રીજીયોનલ પાસપોર્ટ ઓફિસે આ વૈકલ્પિક સુવિધા શરૂ કરી દીધી છે. અરજદાર જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને પીડી ઓફ ફોર્મેટમાં અપલોડ કરવા પડશે.

(3:45 pm IST)