Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

કોરોના રસી ઉપર વૈજ્ઞાનીકોની નજર અને અધ્યયન

રસીની કાર્યદક્ષતા અને પ્રભાવ તથા સંક્રમણ ઘટવા અંગે ખાસ ધ્યાન

નવી દિલ્હીઃ દુનિયાના ૨૫ કરોડથી વધુ લોકોને કોરોના રસી લગાવાઇ ચુકી છે પણ તે સંક્રમણથી બચાવવામાં કેટલી ફાયદાકારક છે તે જાણવા વૈજ્ઞાનીકો પણ આતુર છે.

વૈજ્ઞાનીકો દ્વારા રસીના પ્રભાવના આંકલન માટે અધ્યયન થઇ રહ્યું છે. જેમાં શરૂના પરિણામો સંક્રમણ ઘટયાનું જણાવે છે. પણ શું આ ઘટાડો રસીના કારણે છે અને શું તે સંકમણતા ઘટાડી રહી છે તેવા પ્રશ્નોના જવાબ ગોતી રહ્યા છે.

હાર્વડના પબ્લીક હેલ્થ એકસપર્ટ માર્કના જણાવ્યા મુજબ જેને રસી અપાય રહી છે તેમાં પ્રતિરોધકતાની તપાસ કરાઇ રહી છે. વૈજ્ઞાનિક અધ્યયન ચાલુ છે. આશા છે કે થોડા અઠવાડીયામાં પરિણામ આવશે. જે રસીના પ્રભાવને દર્શાવશે.

વૈજ્ઞાનિકો સામે ૩ પ્રશ્નો છે કે રસી લગાવવાથી બીમારી નહી થાય, શું બીમારીનો પ્રભાવ હળવો થશે અને આ કેટલા સમય સુધી બચાવ કરશે. રીપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકા, યુરોપ સહિતના ઘણા દેશોથી નાના- નાના સમુહો રસીના પ્રભાવને લઇને આરંભીક માહિતી મળી છે. જેમાં ઘણી સકારાત્મક છે, ઇઝરાયલમાં રસી લેનાર સંક્રમીત થયેલ પણ વાયરલ લોડ ઓછો હતો. જેનાથી બીમારી અન્યમાં ફેલાવાની આશંકા ઓછી થાય છે.

શોધકર્તાઓની નજરમાં રસી લગાડાવી ચુકેલના સંપર્કમાં આવેલ લોકો ઉપર છે. ખાસ પરિવાર અને ઓફીસમાં સાથે કામ કરનાર ઉપર જેનું અધ્યયન સંકેત આપે છે કે રસીકરણ બાદ બીમારીની ભયાવહતા ઘટી રહી છે કે નહીં.

બ્રિટનની નોટીંધમ યુનિર્વસિટીના શોધકર્તાઓએ પાયાની સ્વાસ્થ્ય કાર્યકર્તાઓના સમુહને જેણે ફાઇઝરની રસી લગાડેલ તેમાં કોરોના સંક્રમણના મામલા ઓછા થયા. જયારે એપ્રિલ-મે માં અધ્યયનમાં દર ખુબ ઓછો હતો.

વર્ધમાન મહાવીર મેડીકલ કોલેજના પ્રોફેસર જુગલ કિશોર કહે છે કે અત્યાર સુધીમાં કરોડો લોકોને રસીના ડોઝ અપાયા છે. પણ તે સંખ્યા ખુબ ઓછી છે. રસીની અસર કેટલી છે તે માટે લાંબી રાહ જોવી પડશે.

(3:49 pm IST)