Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

રાહુલ ગાંધી કેરળના દરિયામાં બોટમાં સવાર થઈને માછીમારી કરી

કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ-સાંસદ બે દિવસના કેરળના પ્રવાસે : માછીમારો કયા પ્રકારના ખતરાનો સામનો કરે છે તેનો વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ અનુભવ મેળવ્યો હતો

તિરૂવનંતપુરમ, તા. ૨૪ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી બે દિવસ માટે કેરાલાના પ્રવાસે છે.આજે તેઓ કોલ્લમ જિલ્લામાં પહોંચ્યા હતા અને માછીમારો સાથે માછલી પકડવા માટે દરિયામાં ગયા હતા.

રાહુલ ગાંધી માછીમારો સાથે જ તેમની નાવમાં બેઠા હતા.સવારે સાડા ચાર વાગ્યે તેમની આ યાત્રા શરુ થઈ હતી અને લગભગ એક કલાક સુધી તેઓ દરિયામાં બોટમાં માછીમારોની સાથે રહ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હું મને પહેલેથી માછીમારોના જીવનનો અનુભવ લેવાની ઈચ્છતા હતા.આજે વહેલી સવારે હું મારા માછીમાર ભાઈઓ સાથે દરિયામાં ગયો હતો.યાત્રા શરુ થવાથી માંડીને પૂરી થઈ ત્યાં સુધી તેઓ કયા પ્રકારના ખતરાનો સામનો કરે છે તે નજીકથી જોયુ, માછીમાર ભાઈઓ બહુ મહેનત કરે છે પણ તેનો ફાયદો બીજાને મળે છે.  માછીમારો માટે વિશેષ જોગવાઈ કેરાલામાં લાવવામાં આવે તે માટે વિધાનસભામાં પ્રસ્તાવ મુકવામાં આવશે તેમજ કેન્દ્ર સરકારને માછીમારો માટે અલગ મંત્રાલય બનાવવા માટે પણ હું અપીલ કરીશ.જોકે આજે માછલી પકડવા માટે બહુ પ્રયત્ન કર્યો હતો પણ માત્ર એક જ માછલી મળી હતી અને જાળ ખાલી રહી ગઈ હતી.

(7:22 pm IST)