Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ઇન્વેસ્ટિગેટિવ મેજિસ્ટ્રેટની નિમણુંક અંગે સૂઓ મોટો કેસ દાખલ કરવાનું સુપ્રીમ કોર્ટની વિચારણા હેઠળ : ગુનાની તપાસ દરમિયાન પોલીસને પુરાવા ભેગા કરવામાં મદદરૂપ થવાનો હેતુ

ન્યુદિલ્હી :  ગુનાની તપાસ દરમિયાન પોલીસને  પુરાવા ભેગા કરવામાં  મદદરૂપ થવા  માટે ઇન્વેસ્ટીવ  મેજિસ્ટ્રેટસ રાખવા માટેની દરખાસ્તની તપાસ કરવા માટે સૂઓ  મોટો કેસ દાખલ કરવાનું સુપ્રીમ કોર્ટની વિચારણા હેઠળ છે.

જોકે વરિષ્ઠ એડવોકેટ આર બસંતે સુપ્રીમ કોર્ટની બેંચને ચેતવણી આપી હતી કે પોલીસને મદદ કરનારા મેજિસ્ટ્રેટ હોવાના પ્રસ્તાવથી "ન્યાયતંત્રની સ્વતંત્રતાને જોખમ થઈ શકે છે."

જયારે ચીફ જસ્ટિસ ઓફ  ઈન્ડિયા (સીજેઆઈ), એસ.એ. બોબડેએ બુધવારે એક એવો વિચાર પ્રસ્તાવ મૂક્યો કે જેમાં ગુનાની તપાસ કરવામાં  અને પુરાવા એકત્રિત કરવામાં પોલીસને મદદરૂપ થવા  માટે મેજિસ્ટ્રેટની એક અલગ કેટેગરી મદદરૂપ થઇ  શકે છે.

આ માટે  "ઇન્વેસ્ટીગેટિવ મેજિસ્ટ્રેટ્સ" ની અલગ કેડર ગણવા સૂચન કરાયું હતું. જે અંતર્ગત જણાવાયું હતું કે પોલીસ ગુનાના સ્થળેથી સચોટ તથા નિર્ણાયક પુરાવા એકત્રિત કરતી નથી.

ચીફ જસ્ટિસ શ્રી બોબડે એ જણાવ્યું હતું કે એવા  કિસ્સાઓ જોવા મળ્યા મળ્યા  છે કે જે મુજબ પોલીસ હત્યાના સ્થળોની મુલાકાત લે છે અને બુલેટ એકત્રિત કરવાનું ભૂલી જાય છે તથા  બળાત્કારના દ્રશ્યોમાં વાળ એકત્ર કરવાનું ભૂલી જાય છે. આ બાબત  કેસ ઉપર ગંભીર અસર કરે છે. જો મેજિસ્ટ્રેટ તપાસની સાથે જોડાયેલ હશે તો તે ચોક્કસ મદદરૂપ થઇ શકશે.

આ બાબતે સીનીઅર એડવોકેટ શ્રી સિદ્ધાર્થ લુથરાએ આશંકા વ્યક્ત કરી હતી કે મેજિસ્ટ્રેટ સાક્ષી બની શકશે   કેસની સુનાવણી કરી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ રાજ્ય એકમાત્ર રાજ્ય હતું કે જે તપાસના અધિકારીઓની અલગ કેટેગરીના વિચારને સમર્થન આપે છે. બોમ્બે અને ગુજરાત હાઇકોર્ટના સલાહકારે જણાવ્યું હતું કે તેઓ સૂચનાઓ મેળવ્યા પછી જ આ અંગે રજૂઆતો કરી શકશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(9:31 pm IST)