Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ખાનગી બેન્કો પર સરકારી કામનો પ્રતિબંધ હટાવાયો

કેન્દ્રીય નાણાંમંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી :પ્રતિબંધ હટવાથી ટેક્સ કલેક્શન, નાની બચત યોજનાઓમાં પણ ખાનગી બેક્નો દ્વારા રોકાણ આવશે

નવી દિલ્હી,તા.૨૪ : કેન્દ્રમાં મોદી સરકારે ખાનગી બેક્નો પર સરકારી કામકાજ કરવા પર લાગેલા પ્રતિબંધને હટાવી લીધો છે. આ અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે ટ્વીટ કરી માહિતી આપી હતી, તેમણે ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે હવેથી ખાનગી બેક્નો ભારતના અર્થતંત્રના વિકાસમાં સરકારી બેક્નોની જેમ જ મહત્વનો ફાળો આપી શકશે.  નાણાં મંત્રીએ આ અંગે આગળ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી સરકારની સામાજીક કલ્યાણની યોજનાઓનો વિસ્તાર બહોળો થશે અને ગ્રાહકોની સુવિધામાં વધારો થશે. ખાનગી બેક્નો પર સરકારી કામકાજ ન કરવાના પ્રતિબંધ હટવાથી સરકાર સાથે સંકળાયેલા બેક્નિંગમાં ટેક્સ કલેક્શન, મહેસૂલ સંબંધિત લેવડ-દેવડ, પેન્શન ચૂકવણી અને કિસાન બચત પત્ર જેવી નાની બચત યોજનાઓમાં પણ ખાનગી બેક્નો દ્વારા રોકાણ આવશે. તેમના જણાવ્યા મુજબ આરબીઆઈ આગામી સમયમાં અન્ય સરકારી કામકાજના સંચાલનની મંજૂરી પણ ખાનગી ક્ષેત્રની બેક્નોને સોંપી શકે છે. નાણાં મંત્રીની આ જાહેરાત સાથે જ નિફ્ટી બેક્ન ઇન્ડેક્સમાં જોરદાર ઉઠાળો આવતા ૩૬,૪૯૩ પર પહોંચી ગયો હતો. આ સાથે ખાનગી ક્ષેત્રની બેક્નો જેવી કે એક્સિક બેક્ન, આઇસીઆઇસીઆઇ અને એચડીએફસીના શેરમાં ૪થી૫ ટકાનો ઉછાળો આવ્યો હતો.

(9:32 pm IST)