Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ભારતની સ્વીટી બુરા સહિત ચાર મહિલા બોક્સરો ફાઈનલમાં પહોંચી

સ્વીટી બુરા ભારતીય કબડ્ડી ટીમના કેપ્ટન દીપક હુડાની પત્ની: સ્વીટી બૂરા પહેલા, નીતુ ઘનઘાસ (૪૮ કિગ્રા), નિખત ઝરીન (૫૦ કિગ્રા) અને લવલિના બોર્ગોહાઈ (૭૫ કિગ્રા)સ્પર્ધામાં ફાઇનલમાં પ્રવેશી

નવી દિલ્હી : ત્રણ મહિલા બોક્સર બાદ ભારતની સ્વીટી બુરા પણ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ ચેમ્પિયનશિપની ૮૧ કિગ્રા વજન વર્ગની સેમિફાઈનલમાં તેણે ઓસ્ટ્રેલિયાની એમ્મા સુ ગ્રીનટ્રીને હરાવી હતિ. સ્વીટી બુરા ભારતીય કબડ્ડી ટીમના કેપ્ટન દીપક હુડાની પત્ની છે. સ્વીટી બૂરા પહેલા, નીતુ ઘનઘાસ (૪૮ કિગ્રા), નિખત ઝરીન (૫૦ કિગ્રા) અને લવલિના બોર્ગોહાઈ (૭૫ કિગ્રા)સ્પર્ધામાં પણ આજે ગુરુવારે જ ફાઇનલમાં પ્રવેશી હતી.

(10:42 pm IST)