Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાષ્‍ટ્રપતિની શુભેચ્‍છા મુલાકાતે પૂનમબેન માડમ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના સાંસદો

જામનગર : નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના આમંત્રણથી ગુજરાત, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ, મધ્‍યપ્રદેશ, વેસ્‍ટ બંગાલના સાંસદોએ રાષ્‍ટ્રપતિભવન ખાતે નાસ્‍તાનો લાભ લઇને રાષ્‍ટ્રપતિની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી તેમ ટવીટ કરીને જામનગરના સાંસદ પૂનમબેન માડમે જણાવ્‍યું હતું. આ તકે કેન્‍દ્રીય મંત્રીઓ પરસોતમભાઇ રૂપાલા, ડો. મહેન્‍દ્રભાઇ મુંજપરા, દર્શનાબેન જરદોશ, પુનમબેન માડમ, નારણભાઇ કાછડીયા, નરહરીભાઇ અમીન, મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઇ ચાવડા, રેખાબેન ભટ્ટ સહીતના ઉપસ્‍થિત રહયા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર-અહેવાલઃ મુકુંદ બદીયાણી-જામનગર)

(12:57 pm IST)