Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

અમેરિકન સૈન્‍ય પર સીરીયામાં ડ્રોન હુમલોઃ૧નુ મોતઃપાંચ ઘાયલ

અમેરીકાએ આપ્‍યો વળતો જવાબઃ માનવરહિત ડ્રોન ઇરાનનું હતું

વોશીંગ્‍ટનઃ ઇરાને પુવોર્તર સીરીયાના મેઇન્‍ટેનન્‍સ ફેસીલીટી બેજ પર ડ્રોન હુમલો કર્યા છે. આ હુમલામાં એક અમેરિકન કોન્‍ટ્રાકટરનું મોત થયું છે. હુમલામાં પાંચ અમેરિકન સૈનિકો અને અન્‍ય અમેરિકન કોન્‍ટ્રાકટર ઘાયલ થયા છે. પેન્‍ટાગોન દ્વારા આ માહીતી અપાઇ છે.

સંરક્ષણ સચિવ લોયડ ઓસ્‍ટી ને મોડી રાત્રે એક સ્‍ટેટમેટમાં કહયું ક અમેરિકન સેન્‍ટ્રલ કમાંડ દળોએ ઇરાનના રિવોલ્‍યુશનરી ગાડૃ. જુથ દ્વારા કરાયેલ હુમલા પર જવાથી કાર્યવાહી કરી છે. ઇરાનને સચોટ હવાઇ હુમલાઓ સાથે જવાબ આપવામાં આવ્‍યોછે. સંરક્ષણ વિભાગ જણાવ્‍યું કે ગુપ્તચર અધિકારીઓને ખબર પડી કે માનવરહિત ડ્રોન ઇરાનનું હતું.

ઓસ્‍ટીને કહયું કે તેમણે રાષ્‍ટ્રપતિ જો બાઇડનની સુચના પર જવાબી હુમલોના આદેશ આપ્‍યા હતા. તેમણે કહયું, ‘રાષ્‍ટ્રીપતિએ સ્‍પષ્‍ટ કર્યું છે કે અમે અમારા. લોકોના રક્ષણ માટે બધાજરૂરી પગલાઓ લઇશું અને હંમેશા પોતાના પસંદગીના સમય અને સ્‍થળ પર આપીશું  ''

(4:07 pm IST)