Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાહુલ ગાંધીનું ટ્વિટ: કહ્યું, “હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું, હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું”

રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી

નવી દિલ્હી :  કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભા-સાસંદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ  શુક્રવારે કહ્યું કે તેઓ ભારતના અવાજ માટે લડી રહ્યા છે અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું કે, હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.

(9:26 pm IST)