Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મહિલાએᅠ૩ પુત્ર અને ૧ પુત્રીને એક સાથે આપ્‍યો જન્‍મ

મધ્‍યપ્રદેશના બાલાઘાટ જિલ્લાનોᅠઅનોખો કિસ્‍સો

બાલાઘાટ તા. ૨૪ : મધ્‍યપ્રદેશના બાલાઘાટ જિલ્લા હોસ્‍પિટલમાં દાખલ એક ગર્ભવતી મહિલાએ એક સાથે ૪ બાળકોને જન્‍મ આપ્‍યો. જેમાં ૩ પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે. ડોક્‍ટરોનું કહેવું છે કે ચારેય બાળકો અને માતા સંપૂર્ણ સ્‍વસ્‍થ છે. સંતાનોને એકસાથે ચાર ગણી ખુશી મળતા પરિવારમાં ખુશીનો માહોલ છે.

કિરણાપુર તહસીલના જરી ગામની રહેવાસી ૨૬ વર્ષની પ્રીતિ નંદલાલ મેશ્રામ લગ્નના ત્રણ વર્ષ બાદ માતા બની છે. સિઝેરિયન ઓપરેશન બાદ પ્રીતિને ત્રણ પુત્રો અને એક પુત્રી હતી. ચારેય બાળકોને સંભાળ માટે NCUમાં દાખલ કરવામાં આવ્‍યા છે. ડોક્‍ટરોનું કહેવું છે કે બાળકો પર નજર રાખવામાં આવી રહી છે. તેમની પ્રથમ પ્રાથમિકતા એ છે કે બાળકો સ્‍વસ્‍થ હોવા જોઈએ. ત્‍યારે આ ઘટના સમગ્ર વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બની છે.

સિવિલ સર્જન કમ હોસ્‍પિટલના સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ડો. સંજય ધાબરગાંવએ જણાવ્‍યું કે, ડો. રશ્‍મિ વાઘમારે અને એનેસ્‍થેસિયાના નિષ્‍ણાત ડો. દિનેશ મેશ્રામ, સ્‍ટાફ સિસ્‍ટર સરિતા મેશ્રામ અને ટ્રોમા યુનિટની નિષ્‍ણાત ટીમમાં સામેલ તેમની કુશળ ટીમે સોમવારે સવારે ૧૧ વાગ્‍યે પ્રીતિ નંદલાલ મેશ્રામનું ઓપરેશન કર્યું હતું. . આ કેસ ખૂબ જ મુશ્‍કેલ હતો તમામ બાળકોનો જન્‍મ ૨૯માં અઠવાડિયામાં જ થયો છે, એટલે કે જન્‍મમાં લગભગ ૯ અઠવાડિયા બાકી હતા.

એકસાથે ચાર બાળકોનો જન્‍મ કોઈ પહેલો કિસ્‍સો નથી. આ પહેલા પણ દુનિયાભરમાંથી આવા અનેક મામલા સામે આવ્‍યા છે. હાલમાં જ બિહારના મોતિહારીમાં એક મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્‍મ આપ્‍યો હતો.

(11:24 am IST)