Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

એર ઈન્ડિયાના કર્મચારીઓને 26 જુલાઈ સુધીમાં દિલ્હી અને મુંબઈ ખાતેના સરકારી રહેણાંક ખાલી કરવાનું ફરમાન : ટાટા જૂથે ગયા વર્ષે 8 ઑક્ટોબરના રોજ એર ઇન્ડિયાની બિડ જીતી લીધી હતી

મુંબઈ : ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયા પાસે બે મોટી હાઉસિંગ કોલોની છે - એક દિલ્હીમાં અને બીજી મુંબઈમાં. તેણે તેના કર્મચારીઓને 26 જુલાઈ સુધીમાં આ સરકારી રહેણાંક વસાહતો ખાલી કરવા કહ્યું છે. એક સત્તાવાર દસ્તાવેજમાંથી આ માહિતી મળી છે .ટાટા જૂથે ગયા વર્ષે 8 ઑક્ટોબરે એર ઇન્ડિયાની બિડ જીતી લીધી હતી, પરંતુ ડિસઇન્વેસ્ટમેન્ટ નિયમો મુજબ, એરલાઇનની 'નોન-કોર' અસ્કયામતો જેમ કે રહેણાંક વસાહતો સરકાર પાસે રહેશે.

એરલાઇન દ્વારા 18 મેના રોજ જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "અમને 17 મે, 2022ના રોજ AI એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ (AI AHL) તરફથી એક ઈમેલ મળ્યો છે જેમાં અમને જણાવવામાં આવ્યું છે કે અમે રહેવાસીઓ માટે એર ઈન્ડિયા સ્પેસિફિક ઓલ્ટરનેટિવ મિકેનિઝમના નિર્ણયનું પાલન કરીશું. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:47 am IST)